સોનું બે સપ્તાહના ટોચના ભાવે

ઇક્વિટી અને ડૉલરના ભાવમાં વધારો 

અમારા પ્રતિનિધિ દ્વારા 
રાજકોટ, તા.21 મે
આજે ન્યૂ યોર્ક બુલિયન એક્સ્ચેન્જમાં સોનું છેલ્લાં બે સપ્તાહની ટોચે પહોંચી ગયું હતું. યુએસ ફેડરલ રિઝર્વની પોલિસી બેઠકની મિનટ્સ જાહેર થાય તે પહેલાં બુલિયનમાં રોકાણનો રસ ઘટવાને કારણે ડૉલર મજબૂત થયો હતો. હાજર સોનું 1 ઔંસ 0.1% ઘટીને 1276 ડૉલર થયું હતું. જે સોમવારે એક તબક્કે ઘટીને 1273.22 ડૉલર થઈ ગયું હતું. જ્યારે યુ.એસ. સોનું વાયદો 0.1% ઘટીને 1275.50 થયું હતું.
ઇન્વેસ્ટરોના મત મુજબ હાલમાં તો સલામત રોકાણ તરીકે ડૉલરની જ પસંદગી થાય છે જે મોટા ભાગની કરન્સીઓ કરતાં વધુ ઝડપથી વધી રહ્યો છે. વળી અમેરિકાએ ચીનની કંપની હ્નવેયને 90 દિવસની રાહત આપતા સ્ટોક માર્કેટોમાં માહોલ સુધારાનો થયો હતો. ડૉલર સૂચકાંક માસની ટોચે પહોંચ્યો હતો. રોકાણકારોએ બુલિયનના બદલે સેફ હેવન રોકાણ માટે ડૉલરની તરફેણ કરતાં અને ચીન અમેરિકા વચ્ચેના વ્યાપાર યુદ્ધને કારણે આર્થિક મંદી થાય તેવા ભયને કારણે ડૉલર મજબૂત થયો હતો. સોમવારે અમેરિકાના વ્યાપાર વિભાગે ચીનની જાયન્ટ કંપની હ્નવેયને અૉગસ્ટ માસ સુધી અમેરિક્ન માલ ખરીદવાની છૂટ આપતાં શૅરબજારોમાં સુધારો જોવા મળ્યો હતો. હવે બજાર અમેરિકન ફેડરલની માટિંગની મિનટ્સની રાહ જુએ છે.
દરમિયાન હાજર ચાંદી 1 ઔંસ 0.3% ઘટીને 14.42 ડૉલર થઈ હતી જે પાંચ માસના તળિયાનો ભાવ છે જ્યારે પ્લેટિનમ 0.5% વધીને એક ઔંસના 815.64 ડૉલર અને પેલેડિયમ વધીને એક ઔંસના 1333.60 ડૉલર થયું હતું.
સ્થાનિક રાજકોટ ચોકસી બજારમાં સોના-ચાંદીમાં સામ સામા રાહ હતા. સોનું 99.9 ટચ 10 ગ્રામ રૂા.50 ઘટી અને રૂા.32,650 થયું હતું જ્યારે ચાંદી 999 ટચ 1 કિલો રૂા.50 વધી અને રૂા.36,900 થઈ હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer