મકાઈ અને હળદરમાં ઉપલી સર્કિટ

એરંડા, ચણા વાયદામાં ઊંચા કારોબાર

મુંબઈ, તા. 21  મે
એનસીડેક્સમાં આજે મકાઈ,હળદરમાં 2થી 4 ટકાની ઉપલી સર્કિટ લાગી. એરંડા 386 કરોડ,ચણા 316ના કારોબાર સાથે ટોંચ પર રહ્યા હતા. 
જવ, ચણા, ધાણા, ગુવારગમ, ગુવારસીડ, સરસવ, સોયાબીન, સોયોતેલ, હળદરના ભાવ વધીને બંધ રહ્યા હતા. એરંડા, ખોળ, જીરું, કપાસના ભાવ ઘટીને બંધ રહ્યા હતા. એરંડાનાં ભાવ 5790 રૂપિયા ખુલી 5736 રૂપિયા, ચણા 4655 રૂપિયા ખુલી 4684 રૂપિયા, કપાસિયા ખોળનાં ભાવ 2702.50 રૂપિયા ખુલી 2673.50 રૂપિયા, ધાણા 7466 રૂપિયા ખુલી 7600 રૂપિયા, ગુવારગમ 8840 રૂપિયા ખુલી 8831 રૂપિયા, ગુવારસીડનાં ભાવ 4408 રૂપિયા ખુલી 4413.50 રૂપિયા, જીરાનાં ભાવ 17,730 રૂપિયા ખુલી 17,695 રૂપિયા, કપાસનાં ભાવ 1150 રૂપિયા ખુલી 1145.50 રૂપિયા, સરસવ 3911 રૂપિયા ખુલી 3901 રૂપિયા, સોયાબીનનાં ભાવ 3710 રૂપિયા ખુલી 3712 રૂપિયા, સોયાતેલ 739.25 રૂપિયા ખુલી 741 રૂપિયા અને હળદરનાં ભાવ 7148 રૂપિયા ખુલી 7280 રૂપિયા બંધ રહ્યા હતા. 
એરંડાનાં વાયદામાં કુલ 66,795 ટન, ચણામાં 67,500 ટન, કપાસિયા ખોળમાં 56,370 ટન, ધાણામાં 10,780 ટન, ગુવારગમમાં 11,895 ટન, ગુવારસીડમાં 39530 ટન, જીરામાં 2052 ટન, કપાસનાં વાયદામાં 389 ગાડી, સરસવમાં 34,540 ટન, સોયાબીનમાં 47,880 ટન, સોયાતેલમાં 11,230 ટન તથા હળદરમાં 11,525 ટનનાં કારોબાર નોંઘાયા હતા. 
એરંડામાં 386 કરોડ, ચણામાં 316 કરોડ, કપાસિયા ખોળમાં 152 કરોડ, ધાણામાં 82 કરોડ, ગુવારગમમાં 106 કરોડ, ગુવારસીડમાં 175 કરોડ, જીરામાં 36 કરોડ, કપાસમાં 09 કરોડ, સરસવમાં 135 કરોડ, સોયાબીનમાં 179 કરોડ, સોયાતેલમાં 83 કરોડ તથા હળદરના વાયદામાં 85 કરોડ રૂપિયાના કારોબાર થયા હતા. એનસીડેક્સ ખાતે આજે પ્રથમ સત્રના કારોબારને અંતે કુલ 27,196 સોદામાં કુલ 1751 કરોડ રૂપિયાનાં વેપાર થયા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer