આબોહવા પરિવર્તનથી કૉમોડિટી ટ્રેડર્સને ફાયદો થશે

મુંબઈ, તા. 21 મે
અમેરિકા અને યુરોપના વૈજ્ઞાનિકો તેમ જ અર્થશાસ્ત્રીઓના જૂથે કાઢેલા તારણ મુજબ વૈશ્વિક તાપમાનમાં વધારો થવાથી કૃષિ કૉમોડિટીના ટ્રેડર્સને ફાયદો થશે તેમ જણાય છે, કેમ કે આબોહવા પરિવર્તન સામે ખાદ્ય જરૂરિયાતોને પહોંચી વળવા માટે સરકારો વેપારના નિયમો હળવા બનાવશે. વૈજ્ઞાનિકો અને અર્થશાસ્ત્રીઓના આ જૂથે વધતું જતું તાપમાન અન્ન અને પાણી પુરવઠાને કેટલી અસર કરશે તેનો અભ્યાસ કર્યો હતો.
આગામી ત્રણ દાયકામાં તાપમાન વધુ ઊંચે જવાથી ઘઉં, મકાઈ અને ચોખા સહિતના અનાજના આંતરરાષ્ટ્રીય ટ્રેડિંગ વોલ્યુમ્સ વિક્રમી ટોચે પહોંચશે, એમ તેમના સંશોધન અહેવાલમાં જણાવાયું છે. ઈન્ટરનેશનલ ઈન્સ્ટીટયુટ ફોર એપ્લાઈડ સિસ્ટમ એનાલિસિસના અર્થશાસ્ત્રી અમાન્ડા પાલાઝોએ જણાવ્યું કે ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવાનો એકમાત્ર રસ્તો એ છે કે પાણીનો વિપુલ પુરવઠો ધરાવતા અને પાણીની અછત ધરાવતા દેશો વચ્ચે વેપારને સંભવ એટલો વધુ મુક્ત બનાવાય.
એક્સેલ સ્પ્રિન્ગર એસઈની જર્નલ નેચરલ સસ્ટેનેબિલિટીમાં પ્રકાશિત થયેલાં તારણોમાં હવામાનની બદલાતી જતી પેટર્ન કેવી રીતે વિશ્વના ખેડૂતો માટે ઉજવળ ભવિષ્યની આશા જગાવે  છે. ખેતીનો મુખ્ય વ્યવસાય ધરાવતા તેમ જ સિંચાઈ ઉપર મોટા પાયે નિર્ભર એવા ચીન, ભારત અને મધ્ય પૂર્વના દેશોને વધતા તાપમાન સાથે સ્પર્ધામાં ટકવું વધુ મુશ્કેલ બનશે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer