જીએસટી કાઉન્સિલ એએએઆરની રાષ્ટ્રીય ખંડપીઠની વિચારણા કરશે

જીએસટી કાઉન્સિલ એએએઆરની રાષ્ટ્રીય ખંડપીઠની વિચારણા કરશે
નવી દિલ્હી, તા. 21 મે
જીએસટી કાઉન્સિલ આવતા મહિને એપેલેટ ઓથોરિટી ફોર એડવાન્સ રૂલિંગ (એએએઆર)ની રાષ્ટ્રીય ખંડપીઠની સ્થાપના કરવાની વિચારણા કરી શકે છે. એએએઆરની રાષ્ટ્રીય ખંડપીઠ એએઆરે વિવિધ સ્તરે આપેલો પોતાનો ચુકાદો આપીને કરદાતાઓને નિશ્ચિતતા પ્રદાન કરી શકે છે.
સૂત્રોએ કહ્યું કે, મહેસૂલ વિભાગનું માનવું છે કે એએએઆરની રાષ્ટ્રીય ખંડપીઠ જરૂરી છે, કારણ કે ઓથોરિટી ફોર એડવાન્સ રૂલિંગ (એએઆર) માળખું જીએસટી પ્રણાલી અંતર્ગત કરદાતાઓને નિશ્ચિતતા પ્રદાન કરી શકી નથી. 
એક અધિકારીએ કહ્યું કે, બીજી એપેલેટ ઓથોરિટી ફોર એડવાન્સ રૂલિંગની જરૂરિયાત છે. આ ખંડપીઠમાં ફક્ત એએઆર દ્વારા ચુકાદા બાબતે ફેરવિચારણા કરવામાં આવશે. અમે જીએસટી કાઉન્સિલ સમક્ષ પ્રસ્તાવ મૂક્યો છે, જૂનની તેમની સૂચિત મિટિંગમાં આ બાબતે વાતચીત થઈ શકે છે.
વિવિધ રાજ્યોમાં એએઆરએ 470 આદેશ આપ્યા છે, જ્યારે માર્ચ 2019 સુધીમાં એએએઆરએ 69 કેસોનું નિવારણ કર્યું છે. એએઆર દ્વારા લેવાયેલા આદેશોમાં 10 એવા કેસ છે, જેમાં વિપરીત આદેશ આપવામાં આવ્યો છે. અમુક કેસોમાં સેન્ટ્રલ બોર્ડ અૉફ ઈનડાયરેક્ટ ટેક્સિસ ઍન્ડ કસ્ટમ્સ (સીબીઆઈસી)એ સ્પષ્ટતા આપી હતી. 
અધિકારીએ કહ્યું કે, બીજી એપેલેટ ઓથોરિટી રચવા માટે જીએસટી કાયદામાં ફેરફાર કરવામાં આવશે. 
નવી એએએઆર ખંઠપીઠ રચવા માટે રાજ્યોની મંજૂરી મળે તે પછી તેના કોમ્પોઝિશનની વિચારણા કરવામાં આવશે, એમ પણ અધિકારીએ કહ્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer