પાણીની પારાયણ છતાં પંચમહાલમાં ઉનાળું વાવેતર વધ્યું !

પાણીની પારાયણ છતાં પંચમહાલમાં ઉનાળું વાવેતર વધ્યું !
ગત વર્ષ કરતા 3000 હેક્ટરમાં વાવેતર વધ્યું  

અમારા પ્રતિનિધિ તરફથી 
અમદાવાદ, તા. 21 મે  
એક તરફ ઉનાળાની ઋતુને લઈને પાણીની તંગી ચોતરફ સર્જાઇ છે. ઉત્તર ગુજરાતમાં તંગી વધારે રહેતી હોય છે. પંચમહાલ જિલ્લો એવો જ છે. સિંચાઈ તેમજ પીવાના પાણી માટે ગ્રામ્ય વિસ્તારના લોકો કિલોમીટર સુધી ચાલીને  જાય છે.  તો બીજી તરફ જિલ્લામાં ઉનાળુ સિઝનના વાવેતરમાં ગત વર્ષ કરતા 3000 હેક્ટરનો વધારો નોંધાયો છે. ખેડૂતોએ તળનાપાણીનો ઉપયોગ કરીને વાવેતરનું જોખમ લીધું છે. 
પંચમહાલ જિલ્લા પંચાયત તરફથી મળેલા આંકડા મુજબ વર્ષ 2017-18  જિલ્લામાં ઉનાળુ સિઝનમાં કુલ 6405 હેક્ટરમાં વાવેતર થયું હતુ, પરંતુ વર્ષ 2018-19માં આ વાવેતર વધીને 9623 હેક્ટર સુધી પહોંચી 
ગયું હતું 
ગત વર્ષે ડાંગરનું વાવેતર 1593 હેક્ટરમાં તો આ વર્ષે વધીને 3247 હેક્ટરમાં થયું હતું, ગત વર્ષે બાજરી 736 હેક્ટરમાં તો આ વર્ષે 1553, ગત વર્ષમાં મકાઈ 341 હેક્ટરમાં તો આ વર્ષે તે ઘટીને 216 હેક્ટરમાં વાવેતર થયું હતું 
આ ઉપરાંત મગ, અડદ, મગફળી,તલ ડુંગળી, શેરડી, શાકભાજી, ઘાસચારો, ગુવાર સહિતનું વાવેતર વધ્યું છે. જોકે આ વર્ષે પાણીની તંગી હોવા છતાં પણ વાવેતર સારું થતા પાક પણ સારો ઉતારશે તેવી ધારણા છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer