સ્વિત્ઝર્લેન્ડે મોટી કંપનીઓ માટે આકર્ષક કર વ્યવસ્થાને મંજૂરી આપી

સ્વિત્ઝર્લેન્ડે મોટી કંપનીઓ માટે આકર્ષક કર વ્યવસ્થાને મંજૂરી આપી
ઝ્યુરિચ, તા.21 મે
સ્વિત્ઝર્લેન્ડ સરકારે કૉર્પોરેટ ટૅક્સ કોડમાં ફેરફાર કરીને મોટી કંપનીઓ જેવી કે પ્રોક્ટર ઍન્ડ ગેમ્બલ, વિટોલ અને કેટરપિલર માટે આકર્ષક કર માળખાને મંજૂરી આપી છે, જોકે સરકારને મહેસૂલી આવકમાં ટૂંકા ગાળામાં ઘટ થશે.
મતદારોએ આ ફેરફારને ટેકો આપ્યો હોવાનું સ્વિસના ટેલિવિઝનોમાં જણાવવામાં આવી રહ્યું છે. સ્વિત્ઝર્લેન્ડમાં કર માળખું નીચું છે અને આંતરરાષ્ટ્રીય નિયમો સામે તેનો વિરોધ યથાવત્ છે. નવી પ્રણાલી મુજબ પેટન્ટ અને રિસર્ચ ઍન્ડ ડેવલપમેન્ટ (આરએન્ડડી) ખર્ચને નફામાંથી બાકાત રાખવામાં આવશે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer