પીએનબી જાહેર ક્ષેત્રની ત્રણ બૅન્કોનો વહીવટ પોતાની હસ્તક લેશે

પીએનબી જાહેર ક્ષેત્રની ત્રણ બૅન્કોનો વહીવટ પોતાની હસ્તક લેશે
નવી દિલ્હી, તા. 21 મે
પંજાબ નેશનલ બૅન્ક સરકાર હસ્તક બેથી ત્રણ નાની બૅન્કોનો વહીવટ પોતાના હસ્તક લઈ શકે છે. તેમાં ઓરિયેન્ટલ બૅન્ક અૉફ કૉમર્સ (ઓબીસી), આંધ્ર બૅન્ક અને અલાહાબાદ બૅન્કનો સમાવેશ થતો હોવાનું આધારભૂત સૂત્રોએ જણાવ્યું છે. આવતા ત્રણ મહિનામાં બૅન્કોનો વહીવટ પીએનબી હસ્તગત કરે તેવી શક્યતા સૂત્રોએ વ્યક્ત કરી છે.
સરકાર કરજના બોજ તળે દબાયેલી જાહેર ક્ષેત્રની બૅન્કોનું એકત્રીકરણ કરી નુકસાન ઘટાડવાનું લક્ષ્ય ધરાવે છે.
તાજેતરમાં જ બેંક ઓફ બરોડાએ દેના બેંક અને વિજયા બેંકનો કાર્યભાર પોતાની પાસે લઈ લીધો છે. તે સાથે બેંક ઓફ બરોડાએ લગભગ 900 જેટલી બ્રાન્ચ ઘટાડવાનો પણ નિર્ણય કર્યો છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer