કાર ઉપર ગાયના છાણના લીપણથી તાપમાન ઘટાડ્યું

કાર ઉપર ગાયના છાણના લીપણથી તાપમાન ઘટાડ્યું
અમદાવાદમાં એક મહિલાએ ત્રણેક ડિગ્રી તાપમાન ઘટ્યાનો કર્યો દાવો 
અમારા પ્રતિનિધિ તરફથી  
અમદાવાદ, તા. 24 મે 
આપણે સાંભળતા આવ્યા છીએ કે ગાયનું છાણ ખૂબ ઉપયોગી છે. છતાં આપણે ત્યાં બહુ બહુ તો છાણનો ઉપયોગ છાણાં બનાવીને હવનમાં વપરાશ માટે થતો આવ્યો છે. જોકે, અમદાવાદમાં ગાયના છાણનો અનોખો ઉપયોગ થયો છે. એક મહિલાએ પોતાની કાર ઉપર છાણનું લીપણ કરીને કારનું તાપમાન ઘટાડી બતાવ્યું છે! સોશિયલ મીડિયામાં અત્યારે આ કારની ચર્ચા છે. 
બહેનનું નામ સેજલબેન શાહ છે. તેમણે પોતાની ટોયોટા કારની ઉપર માત્ર કાચને છોડીને બાકીની આખી કારમાં ગાયનું છાણ લીંપી દીધું અને આશ્ચર્યજનક રીતે તેમની કારની અંદર તાપમાન ત્રણેક ડિગ્રી નીચું થઇ ગયું હોવાનું તેઓ કહે છે. 
ગાયના છાણની અંદર એક પ્રકારની ઠંડક હોય છે અને સૂર્યના કિરણોને ગાયનું છાણ કે જે લીંપણના સ્વરૂપમાં હોય તેને ટકવા નથી દેતા અને ગરમીની અસર થતી નથી. સેજલબેનએ અગાઉ ગાયના છાણ વિષે વાંચ્યું હતું, અચાનક તેમને યાદ આવ્યું કે અમદાવાદમાં તાપમાન ઉનાળામાં 45 ડિગ્રી સુધી જતું હોય છે તો શા માટે છાણના ઉપયોગ વિષે અખતરો કરીએ? સૌથી પહેલા તેમને પોતાના કાર ઉપર છાણ લગાવવાનું વિચાર્યું અને આશ્ચર્યજનક રીતે તેમાં 
સફળ  રહ્યા. તેમના કહેવા મુજબ કારની અંદર તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી જેટલો ઘટાડો નોંધાયો હતો. 
અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં જયારે ભૂકંપ આવ્યો હતો ત્યારે છાણથી લીંપણ કરેલા કૂબામાં ભૂકંપના મોજાની અસર જ ના થઇ અને એના કારણે ઘરની દીધેલો કે જે છાણથી લીપેલી હોય છે તેને કોઈ અસર જ ન થઇ.  
સેજલબેન એ આ પ્રયોગ કર્યો છે ત્યારે લોકોમાં ગાયના છાણને લઈને ફરી ચર્ચા વેગવંતી બની છે.  સેજલબેનના આ પ્રયોગ પછી લાગે છે કે અન્ય કોઈ પણ પોતાની કાર ઉપર ગાયના છાણનું લીંપણ કરે તો નવાઈ નહિ.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer