ટ્રેડ વૉરના આંચકા પચાવી બિનલોહ ધાતુમાં ધીમો સુધારો

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 11 જૂન
અમેરિકા-ચીન ટ્રેડ વૉરના આંચકા પચાવીને બિનલોહ ધાતુના ભાવમાં હવે પુન: સુધારના સંકેત સ્પષ્ટ થયા હતા. અગાઉના અઠવાડિયા અંતે લંડન મેટલ એક્સચેન્જના બંધ ભાવ સામે તમામ અગ્રણી બિનલોહ ધાતુના ભાવમાં સુધારો આગળ વધ્યો હતો. મુખ્ય ધાતુ તાંબાનો વાયદાનો ભાવ અગાઉના ટનદીઠ 5831 ડૉલરથી વધીને 5916 ડૉલરે મજબૂત હતો. નિકલનો ભાવ 11,637 તળિયેથી વધીને આજે 11,857 ડૉલરે બંધ હતો. જસત અને સીસાનો ભાવ અનુક્રમે 2525 અને 1909 ડૉલરે મજબૂત હતો. જોકે, ટીનમાં માગ નિ:રસ હોવાથી ભાવ થોડો દબાઈને 19,267 ડૉલરે રહ્યો હતો. જાણકારોના અનુમાન પ્રમાણે વૈશ્વિક વેપારની સ્થિતિ હજુ અનિશ્ચિત હોવાથી એકાદ આંચકો આવ્યા પછી બિનલોહ ધાતુનો સાચો ટ્રેન્ડ શરૂ થશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer