કેરીની નિકાસમાં આફૂસ કરતાં કેસર અગ્રેસર

પુણે, તા.11 જૂન
કેરીના રાજા તરીકે ઓળખાતી આફૂસનું સ્થાન નિકાસ બજારમાં ડગમગી રહ્યું છે. આફૂસના સ્થાને મહારાષ્ટ્ર, સૌરાષ્ટ્ર અને કચ્છમાં પાકતી કેસર કેરીની લોકપ્રિયતા વધતી જાય છે. દેશમાંથી નિકાસ થતી કેરીમાં લગભગ 70 ટકા વેરાયટી કેસરની હોય છે અને તે બહુધા મહારાષ્ટ્રના જાલના, ઓસમાનાબાદ અને ઔરંગાબાદ તેમ જ ગુજરાતની હોય છે. 
કોંકણ કિનારાની પીળી આફૂસ તેની જાડી છાલ અને મધુર સ્વાદ-સુગંધ માટે જાણીતી છે. મહારાષ્ટ્રની કેરીમાં આફૂસની કદાચ સૌથી વધુ માગ હોય છે. જોકે, નિકાસ બજારમાં કેસર કેરી સારું વળતર આપે છે. દેશમાંથી નિકાસ થતી સરેરાશ 50,000 ટન કેરીમાં નિકાસમાં 40,000 ટન મહારાષ્ટ્રની હોય છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer