નાણાપ્રધાનની કૃષિ, ગ્રામીણ વિકાસ વિશે બજેટ પૂર્વે મંત્રણા

અમારા પ્રતિનિધિ તરફથી
નવી દિલ્હી, તા. 11 જૂન
કેન્દ્રીય નાણા અને કૉર્પોરેટ બાબતોના પ્રધાન નિર્મલા સીતારામને 2019-20ના આગામી જનરલ બજેટ સંબંધી વિવિધ હિતધારકો જોડે બજેટ પૂર્વેની ચર્ચામસલત શરૂ કરી છે. પ્રથમ બેઠક કૃષિ અને ગ્રામીણ વિકાસ ક્ષેત્રના હિતધારક ગ્રુપો જોડે યોજાઈ હતી. મિટિંગ દરમિયાન ચર્ચા મુખ્યત્વે કૃષિ સંશોધન અને વિસ્તારિત સેવા, ગ્રામીણ વિકાસ, નોન-ફાર્મ ક્ષેત્ર, બાગાયત ખેતી, ફૂડ પ્રોસેસિંગ, પશુપાલન, મત્સ્યઉદ્યોગ, કૃષિ ક્ષેત્રે સ્ટાર્ટઅપ્સ અંગે થઈ હતી. આ બેઠકમાં નાણાપ્રધાન ઉપરાંત નાણા અને કૉર્પોરેટ બાબતોના મંત્રાલયના રાજ્ય પ્રધાન અનુરાગ ઠાકુર, નીતિ આયોગના સભ્ય ડૉ. રમેશ ચંદ્ર, નાણા સચિવ સુભાષ સી. ગર્ગ, ગીરીશચંદ્રા મુરમુ ઉપસ્થિત રહ્યા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer