ગુજરાતમાં દોડશે ઇલેક્ટ્રીક કાર

ગુજરાતમાં દોડશે ઇલેક્ટ્રીક કાર
અમદાવાદના મેયર અને કમિશનર કરશે ઉપયોગ
 
અમદાવાદ કોર્પોરેશને રૂા.12 લાખમાં બે કાર ખરીદી
 
અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા.11 જૂન
ગુજરાતમાં સૌપ્રથમ વખત ઇલેક્ટ્રીક કારનો ઉપયોગ થશે. અમદાવાદના મેયર અને કમિશનર ઇલેક્ટ્રીક કારનો ઉપયોગ કરશે. હવાનું પ્રદૂષણ ઘટાડવાના ઉદ્દેશથી પ્રારંભિક તબક્કે બે ઇલેક્ટ્રીક કારનો ઉપયોગ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.
તાતા કંપનીએ બનાવેલી ઇલેક્ટ્રીક કાર અમદાવાદ આવી પહોંચી છે. 
એક વખત ચાર્જ થયા બાદ કાર 120 કિલોમીટર સુધી ચાલે છે. રૂા.12 લાખની કિંમતની એક એવી બે કાર અમદાવાદ કોર્પોરેશને ખરીદી છે.  મહત્ત્વનું છે કે, વિશ્વ પર્યાવરણ દિવસે મુખ્ય પ્રધાન વિજય રૂપાણી દ્વારા સ્વચ્છતા અભિયાન અન્વયે પ્રદૂષણ ઘટાડવા માટે અમદાવાદ મહાનગરપાલિકાના મેયર શહેરમાં સૌ પ્રથમ ઇલેક્ટ્રીક કારનો ઉપયોગ કરશે તેવી જાહેરાત કરી હતી. વધુમાં મુખ્ય પ્રધાને કહ્યું હતું કે, હવે શહેરમાં ઇલેક્ટ્રીક ટુ વ્હીલરનો ઉપયોગ વધ્યો છે. ઇ-રિક્ષાઓનો ઉપયોગ પણ વધ્યો છે ત્યારે હવે પ્રદૂષણ ઘટાડવાના ઉદ્દેશથી પ્રારંભિક તબક્કે ઇલેક્ટ્રીક કારનો ઉપયોગ થશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer