રિલાયન્સ ઈન્ફ્રાના માર્ચ ત્રિમાસિક પરિણામો ક્યારે ?

રિલાયન્સ ઈન્ફ્રાના માર્ચ ત્રિમાસિક પરિણામો ક્યારે ?
મુંબઈ, તા.11 જૂન
અનિલ અંબાણી ગ્રુપ હાલ દેવામાં ડૂબેલું છે. ગ્રુપે તેમની કંપની રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રકચર (આર-ઈન્ફ્રા) અને રિલાયન્સ પાવર (આર-પાવર)ના માર્ચ ત્રિમાસિક નાણાકીય પરિણામો પણ સમયસર જાહેર કરી શકી નથી. આ બંને કંપનીઓના નાણાકીય પરિણામો સાત જૂને જાહેર થવાના હતા. 
આર-પાવરના માર્ચ ત્રિમાસિક પરિણામો જાહેરાતની સમયે કહ્યું કે, અૉડિટ કમિટીની મિટિંગ સાતની બદલે આઠ જૂને થવાની હતી, પરંતુ 8 જૂને પણ બોર્ડ મિટિંગ રદ થઈ હતી. માર્ચ ત્રિમાસિકમાં આર-પાવરની ચોખ્ખી ખોટ રૂા.3,558.51 કરોડની હતી, જ્યારે માર્ચ-2018 ત્રિમાસિકમાં કંપનીનો રૂા.189.21 કરોડનો નફો હતો. આર-ઈન્ફ્રાની પણ બોર્ડ મિટિંગ પણ 8 જૂને મુલતવી થઈ હતી, પરંતુ આઠમી જૂનના મોડેથી આર-ઈન્ફ્રાની ઓડિટ કમિટીએ સમીક્ષા કરી હતી અને 14 જૂને નાણાકીય પરિણામો જાહેરાત કરશે એમ જણાવ્યું છે. 
અગાઉ, આર-પાવર અને આર-ઈન્ફ્રા અનુક્રમે 29 મે અને 30 મેના નાણાકીય પરિણામો જાહેર કરવાની હતી. 29 મેના રોજ આર-ઈન્ફ્રાએ શૅર બજારોને જણાવ્યું કે તેમણે અમુક ડિરેક્ટર્સની ઉપલબ્ધતા નહીં હોવાથી બોર્ડ મિટિંગને મુલતવી રાખી છે. દરમિયાન ઊંચો નાણાકીય ખર્ચ અને ઓછી આવકને લીધે આર-પાવરને માર્ચ ત્રિમાસિકમાં ખોટ ગઈ હતી. નુકસાનીમાં સોલાર અને ગેસ આધારિત ઊર્જા અસ્ક્યામતોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. માર્ચ ત્રિમાસિકમાં રૂા.4170 કરોડની નુકસાનીમાં રૂા.1017 કરોડ જમા રકમ ઉપાડી હોવાથી ઘટયુ છે. અૉડિટર્સે રિપોર્ટમાં કહ્યું છે કે જો નાણાંને ઉપાડવામાં આવ્યા ન હોત તો ત્રિમાસિક ખોટમાં હજી વધારો થયો હોત. સંપૂર્ણ વર્ષ માટે કંપનીની ચોખ્ખી ખોટ રૂા.2956 કરોડની થઈ છે. પેરેન્ટ કંપનીએ માર્ચ અંતના વાર્ષિક ગાળામાં અમુક કંપનીઓ પાસેથી રૂા.403.41 કરોડની ડિપોઝીટ લીધી છે. બીજી કંપનીઓનો પેરેન્ટ કંપની સાથેના સંબંધને ધ્યાનમાં લેવાયો નથી. આ ટ્રાન્ઝેક્શન માટે પેરેન્ટ કંપનીએ અૉડિટ કમિટી પાસેથી મંજૂરી મેળવવાની હોય છે. 
ગૅસ આધારિત એક વખતના ચાર્જિસને બાદ કરતા કંપનીનો વાર્ષિક ચોખ્ખો નફો રૂા.197 કરોડનો થયો છે, એમ આર-પાવરના પ્રેસિડેન્ટ (બિઝનેસ) શ્રીકાંત કુલકર્ણીએ કહ્યું હતું. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer