દેશ-વિદેશના અનેક ઉદ્યોગો ગુજરાતમાં પોતાનું સાહસ સ્થાપવા ઉત્સુક

ઉદ્યોગજગત, કૉર્પોરેટ ક્ષેત્ર અને સ્ટાર્ટઅપ માટે તમામ પ્રકારની સેવાઓમાં વન સ્ટોપ સોલ્યુશન આપતા એન્ટરપ્રાઇઝિંગ ઇન્ડિયનની અનોખી પહેલ 
અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા.18 જૂન : દેશમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની નવી સરકાર રચાયા બાદ ગુજરાત સહિત દેશના ઉદ્યોગજગતમાં એક નવો સંચાર જોવા મળી રહ્યો છે અને બિઝનેસ, ઇન્ડસ્ટ્રીઝ ક્ષેત્રે વિકાસ અને આર્થિક વૃદ્ધિની તકો બહુ ઊજળી બની છે ત્યારે દેશ-વિદેશના મોટા ઉદ્યોગો પણ હવે ગુજરાતમાં આવવા થનગની રહ્યા છે. દેશ-વિદેશના અનેક ઉદ્યોગો ગુજરાતમાં પોતાનું સાહસ સ્થાપવા માટે ઉત્સુક છે અને આવા ઉદ્યોગજગત, કોર્પોરેટ ક્ષેત્ર, ફાર્મા, ફૂડ, હોસ્પિટલ્સ અને વૂમન આંતરપ્રિન્યોર્સ અને સ્ટાર્ટ અપ્સ ક્ષેત્ર માટે મેનપાવરથી લઇ આઉટસોર્સિંગ, હાઉસકીપિંગ, સિક્યોરિટી સર્વિસીસ, ઓફિસ એન્ડ પ્લાન્ટ મેનેજમેન્ટ, રિસોર્સ મેનેજમેન્ટ, વ્હીકલ એરેજમેન્ટ, ફાયરસેફ્ટી, ડિજિટલ માર્કેટિંગ, કોસ્ટ કોમ્પ્લાયન્સ એન્ડ ઓડિટ, ટ્રાવેલ-વિઝા પ્રોસેસિંગ, લેન્ડ એક્વિઝિશન, એન.એ.,સહિતની 50 થી વધુ બહુ ઉપયોગી સેવાઓ પૂરી પાડવાના એક અનોખા કન્સેપ્ટ અને વન સ્ટોપ સોલ્યુશન સાથે એન્ટરપ્રાઇઝિંગ ઇન્ડિયને ગુજરાતમાં અનોખી પહેલ કરી છે. જે સમગ્ર દેશના ઉદ્યોગજગત, કોર્પોરેટ ક્ષેત્ર અને સ્ટાર્ટ અપ્સ માટે ક્રાંતિકારી અને પ્રેરણારૂપ સાબિત થશે, એમ અત્રે એન્ટરપ્રાઇઝિંગ ઇન્ડિયાના ફાઉન્ડર ભાવેશ ઉપાધ્યાય અને રાજ ઉપાધ્યાયે જણાવ્યું હતું. 
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આજનો જમાનો ટેકનોલોજી અને ડિજિટલનો છે, જેમાં ઇઆઇ કોર્પોરેટ સર્વિસ બહુ મોટો સિંહફાળો ભજવી શકે તેમ છે. દેશ-વિદેશના ઉદ્યોગો અને બિઝનેસ નેટવર્કિંગ માટે ઇઆઇ દ્વારા બહુ ઉપયોગી એવી મોબાઇલ એપ પણ લોન્ચ કરવામાં આવી છે. જેના મારફતે કોઇપણ ઉદ્યોગજગતના લોકો, બિઝનેસ કે કોર્પોરેટ ક્ષેત્ર અને સ્ટાર્ટ અપ્સ સહિતના સંબંધિત ક્ષેત્રના લોકો મોબાઇલ થકી આંગળીના ટેરવે ગણતરીની મિનટોમાં વિવિધ પ્રકારની 50થી વધુ સેવાઓ મેળવી શકશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer