રાજ્યમાં `વાયુ'' વાવાઝોડાના કારણે જ મોસમનો કુલ વરસાદ3.39 ટકા

છેલ્લા 24 કલાક દરમિયાન  28 જિલ્લાઓના 112 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ
હૃષિકેશ વ્યાસ 
અમદાવાદ, તા. 18 જૂન
 ગુજરાતને હચમચાવી મૂકનાર વાયુ વાવાઝોડાનો ખતરો હાલ તો ટળ્યો હોય પરંતુ તેની અસરના કારણે ચોમાસાની ચાલ નબળી પડતાં ગુજરાતમાં ચોમાસું પાછું ઠેલાવાની શક્યતા વધી ગઇ છે.  જોકે હાલ રાજ્યમાં વાયુ વાવાઝોડાના કારણે જ વરસાદ થઇ રહ્યો છે.  વાયુ વાવાઝોડાની અસર હેઠળ રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત ઉપરાંત ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદ થયો છે. રાજ્યમાં વરસી  રહેલા વરસાદને કારણે સિઝનનો કુલ 28.31 મી.મી. એટલે કે 3.39 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. જેમાં 126 થી 500  મિમી વરસાદ થયો હોય તેવા માત્ર 2 તાલુકાઓનો જ સમાવેશ થાય છે. જ્યારે 51 થી 125 મિમી વરસાદ ધરાવતા 30 તાલુકા તેમ જ 0 થી 50 મિમી વરસાદ ધરાવતા 192 તાલુકાઓનો સમાવેશ થાય છે. રાજ્યમાં તા.18 જૂન, 2019ના રોજ સવારે 6 કલાકે પૂરા થતા 24 કલાક દરમિયાન  28 જિલ્લાઓના 112 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ થયો છે. જેમાં સૌથી વધુ વરસાદ ગીર સોમનાથમાં 32 મિમી વરસાદ નોંધાયો છે.  આજે દિવસ દરમિયાન પણ સતત વરસાદ વરસતો રહ્યો છે જેથી વરસાદનો આંક વધતો રહેશે. 
ગુજરાત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા મોસમના વરસાદના આંકડાઓ મુજબ  સૌરાષ્ટ્રમાં 56 મિમી એટલે કે 8.40 ટકા, દક્ષિણ ગુજરાતમાં 18 મિમી એટલે કે 1.24  ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 9 મિમી એટલે કે 1.07 ટકા, ઉત્તર ગુજરાતમાં 23 મિમી એટલે કે 3.27 ટકા વરસાદ નોંધાયો છે જ્યારે કચ્છમાં સિઝનનો માત્ર 8 મિમી એટલે કે 1.97 ટકા વરસાદ થયો છે. 
કચ્છમાં સિઝનનો વરસાદ  જોઇએ તો અત્યાર સુધીમાં લખપતમાં 16 મિમી અને માંડવીમાં 15 મિમી નોંધાયો છે. જ્યારે અંજાર તાલુકામાં 14 મિમી ગાંધીધામમાં 8 મિમી, ભૂજમાં 7 મિમી., ભચાઉમાં 9 મિમી., અબડાસામાં 4 મિમી. વરસાદ થયો છે.  આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં સિઝનનો વરસાદ જોઇએ તો સુરેન્દ્રનગર જિલ્લામાં 1.13 ટકા, રાજકોટમાં 5.27 ટકા, મોરબીમાં 1.36 ટકા, જામનગરમાં 4.30 ટકા, દેવભૂમિ દ્વારકામાં 5.19 ટકા, પોરબંદરમાં 11.12 ટકા, જૂનાગઢમાં 13.55 ટકા, ગીર-સોમનાથમાં 19.63  ટકા, અમરેલીમાં 8.99 ટકા, ભાવનગરમાં 7.75ટકા, બોટાદમાં 5.19  ટકા વરસાદ નોંધાયો છે. 
દક્ષિણ ગુજરાતમાં જૂન માસથી શરૂ થયેલા સિઝનના વરસાદ જોઇએ તો ભરૂચ જિલ્લામાં 1.26 ટકા, નર્મદા જિલ્લામાં 0.81 ટકા, તાપીમાં 1.79 ટકા, સુરતમાં 1.33  ટકા, નવસારીમાં 1.20  ટકા, વલસાડમાં 0.90 ટકા અને ડાંગ જિલ્લામાં 1.25 ટકા વરસાદ થયો છે. 
પૂર્વ-મધ્ય ગુજરાતમાં અમદાવાદ જિલ્લામાં સિઝનનો વરસાદ 1.22 ટકા, ખેડામાં 0.97 ટકા, આણંદમાં 1.76 ટકા, વડોદરામાં 0.50 ટકા, છોટા ઉદેપુરમાં 0.26  ટકા, પંચમહાલમાં 1.42 ટકા, મહીસાગરમાં 0.87 ટકા અને દાહોદ જિલ્લામાં 1.07  ટકા વરસાદ નોંધાયો છે.  ઉત્તર ગુજરાતમાં સિઝનનો વરસાદ જોઇએ તો પાટણ જિલ્લામાં 3.19  ટકા, બનાસકાંઠામાં 2.33  ટકા, મહેસાણામાં 3.94 ટકા, સાબરકાંઠામાં 4.19 ટકા, અરાવલ્લીમાં 1.16 ટકા અને ગાંધીનગરમાં 6.05 ટકા વરસાદ પડયો છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer