બીજિંગ અમેરિકા સાથે લાંબી ટ્રેડવોર કરવા તૈયાર

બીજિંગ, તા. 18 જૂન
અમેરિકાએ ચીનના નાગરિકોને ઓછા આંક્યા છે અને હવે બિજિંગ અમેરિકા સાથે લાંબી ટ્રેડવેર કરવા માટે તૈયાર છે, એમ ચીનના સામ્યવાદી પક્ષના વગદાર સામાયિકે જણાવ્યું છે. 
અમેરિકા સાથે મતભેદો દૂર કરવા વાટાઘાટમાં ચીન પોતાના મુખ્ય સિદ્ધાંતોની અવગણના કરશે નહીં, એમ પણ તેમાં જણાવવામાં આવ્યું હતું. `ફર્ધર મોબિલાઈઝેશન અૉફ ચાઈનીઝ સોસાયટી'ના સંપાદકીયમાં અમેરિકા સાથેના વેપાર દબાણનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે ગ્લોબલ ટાઈમ્સના એડિટર ઈન ચીફ હુ શીજીને લખ્યો છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer