કાંદાના નિકાસ પ્રોત્સાહનો પાછા ખેંચાયા

કાંદાના નિકાસ પ્રોત્સાહનો પાછા ખેંચાયા
નવી દિલ્હી, તા. 18 જૂન
કેન્દ્ર સરકારે કાંદાના વધી રહેલાં ભાવને કાબૂમાં લાવવા માટે તાજા અને કોલ્ડ સ્ટોરેજમાં રહેલાં કાંદાના નિકાસ પ્રોત્સાહનો પાછા ખેંચી લીધા છે.
કાંદાની નિકાસ પર મર્ચન્ડાઈઝ એક્ષ્પોર્ટ્સ ફ્રોમ ઈન્ડિયા સ્કીમ (એમઈઆઈએસ) હેઠળ નિકાસી માલના ફ્રી ઓન બોર્ડ (એફઓબી)ની કિંમત ઉપર જે 10 ટકા ડયૂટીનો લાભ અપાઈ રહ્યો હતો અને જેનો વપરાશ મૂળ આયાત ડયૂટી સહિત કેટલાંક પ્રકારની ડયૂટીની ચુકવણી સાટે થતો હતો. આ બાબત 9 જૂને જાહેર કરાયેલા એક નોટિફિકેશનમાં ડિરેકટોરેટ જનરલ અૉફ ફૉરેન ટ્રેડ (ડીજીએફટી)એ કહ્યું હતું કે, તાજા તેમ જ કોલ્ડ સ્ટોરેજમાં રહેલાં કાંદાની નિકાસ માટે અપાતાં લાભ પાછા ખેંચી લેવામાં આવ્યાં, કાંદા પર એમઈઆઈએસના 10 ટકા લાભને તાત્કાલિક ધોરણથી બંધ કરાયા છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં આ યોજના હેઠળ તે લાભ પાંચ ટકાથી વધારીને 10 ટકા કરાયા હતાં, જે આ વર્ષે 30 જૂન સુધી ચાલુ હતાં.
કાંદા ઉગાડતા રાજ્યોમાં દુષ્કાળની સ્થિતિને ધ્યાનમાં લેતાં ભાવને અંકુશમાં રાખવાનાં આશયથી સરકારે કાંદાનો 50,000 ટનનો બફર સ્ટોક ઊભો કરવાનું શરૂ કર્યુ છે. તેમ જ મહારાષ્ટ્રની લાસલગાંવની બજારમાં 11 જૂને ભાવ લગભગ 48 ટકા વધીને જથ્થાબંધ ભાવ પ્રતિ કિલોએ રૂા. 13.30 થયા હતાં, જ્યારે ગયા મહિને તે ભાવ રૂા. 9 બોલાતો હતો.
કાંદાના ઉગાડવા આન્ધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર તથા કર્ણાટકમાં આ વર્ષે દુષ્કાળની સ્થિતિ રહી છે, જ્યારે આ વર્ષે જૂનમાં પૂરાં થઈ રહેલાં પાકવર્ષ 2018-19માં કાંદાની ઊપજ સાધારણ કરતાં થોડું વધારે એટલે કે 2 કરોડ 36.2 લાખ ટન થવાની ધારણા છે, જે ગયા વર્ષના સમાનસમયે 2 કરોડ 32.6 લાખ ટન થયું હતું.
પાક વર્ષ 2018-19માં દેશમાં તાજા અને કોલ્ડ સ્ટોરેજના કાંદાની નિકાસ ઘટીને 49 કરોડ ડૉલર થઈ હતી, જે તેના અગાઉના વર્ષે 51 કરોડ ડૉલરની હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer