અનિલ અંબાણી અબજોપતિની યાદીમાંથી બહાર

અનિલ અંબાણી અબજોપતિની યાદીમાંથી બહાર
નવી દિલ્હી, તા. 18 જૂન
અનિલ અંબાણી વર્ષ 2008માં વિશ્વના છઠ્ઠા ક્રમાંકના સૌથી ધનિકની યાદીમાં હતા, તે હવે અબજોપતિની યાદીમાં રહ્યા નથી. 
અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રુપની છ કંપનીઓનું માર્કેટ કૅપિટલાઈઝેશન ઘટીને રૂા.6196 કરોડ થયું હતું, જે ચાર મહિના પહેલાં રૂા.8000 કરોડનું હતું. ચેરમેન અનિલ અંબાણીનું મૂલ્ય ઘટીને 0.89 અબજ ડૉલર થયું છે. જો ગ્રુપમાં મોટા ભાગનું પ્રમોટર હોલ્ડિંગ ધિરાણકર્તાઓની ગણતરી કરતાં આ મૂલ્યમાં હજી ઘટાડો થશે. 
ગયા મંગળવારે અનિલ અંબાણીએ રૂા.35,000 કરોડ લોનની ચુકવણી કરી હતી અને દરેક દેવું ચુક્તે કરશે એવી ખાતરી પણ આપી હતી. બીજા જ દિવસે પ્રાઈસ વોટરહાઉસ એન્ડ કં.એ રિલાયન્સ કૅપિટલ અને રિલાયન્સ હોમ ફાઈનાન્સમાંથી ઓડિટરપદેથી રાજીનામું આપ્યું હતું. 
અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રુપના શૅર્સ સતત ઘટી રહ્યા છે અને રોકાણકારો ગ્રુપની કાયાપલટની સંભાવના પણ નહીં હોવાનું માની રહ્યા છે. છેલ્લાં પાંચ વર્ષમાં અનિલ અંબાણીની સંપત્તિનું મૂલ્ય દેવાંના લીધે ઘટયું છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer