ગીર સોમનાથ પંથકમાં કેળ અને નાળિયેરીના પાકને`વાયુ'' વાવાઝોડાથી ભારે નુકસાન

ગીર સોમનાથ પંથકમાં કેળ અને નાળિયેરીના પાકને`વાયુ'' વાવાઝોડાથી ભારે નુકસાન
અમારા પ્રતિનિધિ તરફથી  
અમદાવાદ, તા.18 જૂન
વાયુ વાવાઝોડું ભલે પૂરી રીતે સૌરાષ્ટ્રના સમુદ્રી કાંઠા ઉપર ન ત્રાટક્યું હોય પરંતુ તેની અસર રૂપે ફૂંકાયેલા જોરદાર પવન અને ભારે વરસાદના કારણે ગીર સોમનાથ પંથકમાં કેળ અને નાળિયેરીના પાકનો સોથ વળી ગયો છે. બાગાયતી પાકને આ જિલ્લામાં અત્યાર સુધી 400 હેક્ટરમાં નુકસાન થયાના સમાચાર આવ્યા છે. જોકે આ નુકસાનીનો આંક વધે તેવી પૂરી શક્યતા છે.  
ગીર સોમનાથ કૃષિ વિભાગ તરફથી મળેલી માહિતી મુજબ વાયુ વાવાઝોડાના કારણે ઓછામાં ઓછા 250 હેક્ટરમાં કેળના પાકને નુકસાન થયું છે. એક હેક્ટરમાં આશરે 18,000 રૂપિયાનું નુકસાન આંકી શકાય. 
બીજી તરફ દરિયા કિનારો હોવાના કારણે આ વિસ્તારમાં નાળિયેરીનો પાક થતો હોય છે પરંતુ વાયુ વાવાઝોડાના કારણે પવન 70થી 90 કિલોમીટરની ઝડપે ફૂંકાયો હતો અને નાળિયેરીનો પાક પણ 150 હેક્ટરમાં નાશ પામ્યો હોવાનું કહેવાય છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer