સોનાની આયાત જૂનમાં 12.6 ટકા વધી

નવી દિલ્હી, તા. 9 જુલાઈ
સોનાનો વૈશ્વિક ભાવ છ વર્ષની ઉપલી સપાટીએ હોવા છતાં દેશમાં જૂન મહિનામાં સોનાની આયાત ગત વર્ષના સમાન મહિનાની સરખામણીએ 12.6 ટકા વધીને 2.69 અબજ ડૉલરની થઈ છે, એમ સરકારી સૂત્રોએ કહ્યું હતું. 
જોકે, મે મહિનાના 4.78 અબજ ડૉલરની આયાત સામે જૂનમાં સોનાની આયાત 44 ટકા ઘટી છે, એમ પણ સૂત્રોએ કહ્યું હતું. જૂનમાં સ્થાનિક ભાવ રેકર્ડ ઊંચા હતા અને રિટેલ ગ્રાહકોની માગ પણ મંદ હતી. 
વિશ્વમાં સોનાની આયાતમાં બીજા ક્રમે આવતા ભારતે આયાત ઘટાડવાથી વૈશ્વિક ભાવ ઉપર દબાણ આવી શકે છે, જે હાલ વધતા ભાવને જાળવી રાખવાના પ્રયાસો કરી રહ્યા છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer