ભારતે 250 અમેરિકન કંપનીઓ સાથે મંત્રણા શરૂ કરી

ભારતે 250 અમેરિકન કંપનીઓ સાથે મંત્રણા શરૂ કરી
નવી દિલ્હી, તા. 9 જુલાઈ ચીન-અમેરિકા વચ્ચે વધી રહેલા વેપાર તણાવને કારણે અમેરિકાની 250થી વધુ કંપનીઓ ચીનમાંથી ઉત્પાદન કામગીરી બીજે ખસેડવાની શક્યતા ચકાસી રહી હોવાના અહેવાલે તેનો લાભ ખાટવા ભારતે આ કંપનીઓ સાથે વાટાઘાટો શરૂ કરી છે. વડા પ્રધાન કાર્યાલયે 28 જૂનના નીતિઆયોગને પત્ર લખીને અમેરિકન કંપનીઓ સાથે વાટાઘાટોનો માર્ગ મોકળો કર્યો હતો.
ચીનમાંથી કામગીરી બંધ કર્યા પછી ભારતમાં રોકાણ આવી શકે તેવાં ક્ષેત્રોમાં અૉટો કમ્પોનન્ટ્સ, ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ, કન્ઝ્યુમર ડુરેબલ્સ, પ્રોસેસ્ડ ફૂડ્સ, મોબાઈલ એકસેસરીઝનો સમાવેશ થાય છે. 
વૈશ્વિક નિકાસમાં મોટો હિસ્સો ઇલેક્ટ્રોનિક્સનો છે અને ભારત સરકાર આ ક્ષેત્રમાં મોટો હિસ્સો મેળવવા માગે છે. ઇલેક્ટ્રોનિક્સ અંગેની નેશનલ પૉલિસી પ્રમાણે ભારત કુલ 190 અબજ ડૉલરના ઉત્પાદનમાંથી 110 અબજ ડૉલરના મોબાઈલ ફોનની નિકાસનો લક્ષ્ય ધરાવે છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer