નાયલોન યાર્ન પર એન્ટિ ડમ્પિંગ ડયૂટીની શક્યતા

સુરત, તા. 16 જુલાઈ
કેટલાંક ટોચનાં સ્પીનર્સે કાર્ટેલ રચી આયાત થતાં સસ્તા નાયલોન યાર્ન પર એન્ટિ ડમ્પિંગ ડયૂટી લગાવવાની દરખાસ્ત કેન્દ્ર સરકારને કરી છે. આ મામલાની ગંધ વિવર્સ સુધી પહોંચતાં ફીઆસ્વી, સાસ્કમા સહિતનાં કાપડઉદ્યોગનાં સંગઠનોએ કાપડપ્રધાન સ્મૃતિ ઈરાનીને પત્ર લખી આવી ડયૂટી ન લગાવવા વિનંતી કરી છે. જો આમ થાય તો વિવર્સની હાલત વધુ કફોડી બનવાની શક્યતા છે.
ફેડરેશન અૉફ ઇન્ડિયન આર્ટ સિલ્ક વિવિંગ ઈન્ડસ્ટ્રી(ફીઆસ્વી)નાં ચૅરમૅન ભરત ગાંધી કહે છે કે, અમે કેન્દ્રીય કાપડપ્રધાન સ્મૃતિ ઈરાનીને વિસ્તૃત માહિતી પત્ર લખી નાયલોન લોન યાર્ન પર એન્ટિ ડમ્પિંગ ડયૂટી લાગુ ન કરવા માટે રજૂઆત કરી છે. મૅન-મેડ ફાઈબર પાવરલુમ્સ ક્ષેત્રે દેશભરમાં 24 લાખથી વધુ વિવિંગ યુનિટ ચાલી રહ્યા છે. જો આમ થશે તો સુરતનાં અનેક વિવર્સ ભારે મુશ્કેલીમાં મુકાશે. આ મામલે મંત્રીને રૂબરૂ રજૂઆત કરવામાં આવશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer