બિયારણના ઉત્પાદન અને વેચાણ માટે

`મહાબીજ' સામે સ્પર્ધા કરવા રાજ્યની એફપીસીઓએ ફેડરેશન રચ્યું
પુણે, તા. 16 જુલાઈ
મહારાષ્ટ્રની ફાર્મર પ્રોડયુસર કંપનીઓએ આ ખરીફ સીઝનમાં બિયારણના ઉત્પાદન અને વેચાણ માટે વિશિષ્ટ સોદા મળી રહે તે માટે સાથે મળીને એક ફેડરેશન રચ્યું છે. મહારાષ્ટ્ર ફેડરેશન ઓફ ફાર્મર પ્રોડયુસર કંપનીઝ (મહાએપીપીસી)ના મેનેજિંગ ડિરેક્ટર યોગેશ થોરાટે જણાવ્યું કે બિયારણના ઉત્પાદનમાં આકર્ષક વળતર મળી રહેતું હોવાથી એફપીસી માટે તે નફાકારક છે. આ એફપીસીઓએ બિયારણના ઉત્પાદન માટેના પ્રોટોકોલ્સનો વિગતવાર અભ્યાસ કર્યો હોવાથી તેઓ તેને કમાણીનું સાધન બનાવી શકશે. વાશિમ, ઓસ્માનાબાદ અને અહેમદનગર બિયારણનાં વેચાણ માટે ડિસ્ટ્રિબ્યુશન ચેનલ્સ સ્થાપવા વિચારી રહી છે.
`મહાબીજ' બ્રાન્ડ માટે જાણીતા મહારાષ્ટ્ર સ્ટેટ સીડ્સ કોર્પોરેશન દેશનું સૌથી મોટું બિયારણ ઉત્પાદક નિગમ છે. હાલમાં ફાર્મર પ્રોડયુસર કંપનીઓ બિયારણનું ઉત્પાદન અને વેચાણ વ્યક્તિગત રીતે કરે છે. પરંતુ આ કંપનીઓ મહાબીજ સામે સૌથી મોટો પડકાર બનવા માગતી હોવાથી પોતાની ડિસ્ટ્રિબ્યુશન ચેનલ વધુ મજબૂત કરવા ઈચ્છે છે. બિયારણના ઉત્પાદન અને વેચાણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા 30 જેટલી એફપીસી સંગઠિત થઈ છે. ફેડરેશનમાં પાંચ ડિરેક્ટર્સ હશે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer