આઈએલઍન્ડએફએસ રોડ પ્રોજેક્ટ્સમાં છ રોકાણકારોએ રસ દર્શાવ્યો

મુંબઈ, તા.16 જુલાઈ
આઈ સ્કેર્વ્ડ કૅપિટલ, કેનેડાની સીડીપીક્યુ, એનઆઈઆઈએફ, બ્રુકફિલ્ડ, એડલવિસ અને લોન સ્ટારે દેવાંમાં ડૂબેલી ઈન્ફ્રાસ્ટ્રકચર લીઝિંગ એન્ડ ફાઈનાન્સિયલ સર્વિસીસ (આઈએલએન્ડએફએસ)ના 18 રોડ અસ્ક્યામતો માટે બિડ કરતાં પહેલાં તેમાં રોકાણ કરવા માટે રસ દાખવ્યો હોવાનું સૂત્રોએ કહ્યું હતું. આ પ્રક્રિયા જુલાઈના બીજા પખવાડિયાથી શરૂ થઈને અૉગસ્ટના પહેલા પખવાડિયામાં પૂરી થવાની ધારણા વ્યક્ત કરતાં સૂત્રોએ ઉમેર્યું કે, અસ્ક્યામતોમાંથી રૂા.20,000 કરોડ એકત્ર થઈ શકે છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer