પ્રજ્ઞાચક્ષુઓ ચલણી નોટ ઓળખી શકે એ માટે ઍપ આવશે

નવી દિલ્હી, તા.16 જુલાઈ
પ્રજ્ઞાચક્ષુઓ ચલણી નોટને ઓળખી શકે એ માટે એક મોબાઈલ ઍપ બનાવવાની યોજના રિઝર્વ બૅન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) બનાવી રહી છે. હાલમાં રૂા.10, રૂા.20, રૂા.50, રૂા.100, રૂા.200, રૂા.500 અને રૂા.2000 ડિનોમિનેશન છે, ઉપરાંત કેન્દ્ર દ્વારા રૂા.1ની નોટ પણ છે. 
આરબીઆઈએ કહ્યું કે, પ્રજ્ઞાચક્ષુઓ માટે ચલણી નોટનું ડિનોમિનેશન સફળતાપૂર્વક કરવામાં આવ્યું છે. પ્રજ્ઞાચક્ષુઓની નોટમાં ઈન્ટેગલિયો પ્રિન્ટિંગથી ઓળખવામાં મદદ મળે છે. મોબાઈલ ઍપથી મહાત્મા ગાંધી સિરીઝ અને મહાત્મા ગાંધી (નવી) સિરીઝની નોટનું મોબાઈલ કૅમેરામાં ફોટો પાડીને ત્યારબાદ ઍપનો ઉપયોગ કરીને પ્રજ્ઞાચક્ષુઓ નોટને ઓળખી શકશે. ઍપ `ઓડિયો નોટિફિકેશન' જનરેટ કરશે અને યુઝરને નોટ અસલી છે કે નહીં તેની જાણ કરશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer