સોનું કોઈ પણ પ્રકારે બિટકોઇન કરતાં બહેતર રોકાણ

સોનું કોઈ પણ પ્રકારે બિટકોઇન કરતાં બહેતર રોકાણ
જેમણે સોનું વેચીને બિટકોઇન ખરીદ્યા તેઓ ફસાયા
બિટકોઇને શૅરબજાર સાથે નાતો-રિશ્તો તોડીને આ વર્ષે અત્યાર સુધીમાં 140 ટકાની વૃદ્ધિ દાખવી
ઇબ્રાહિમ પટેલ  
મુંબઈ, તા. 16 જુલાઈ
સંખ્યાબંધ રોકાણકારો બિટકોઇનને ડિજિટલ ગોલ્ડ અને ફેસબુકના લિબ્રા કોઈનને ડિજિટલ ડોલર ગણવા લાગ્યા છે. ક્રીપ્ટો કરન્સીનો ક્રેઝ ગંભીર સ્વરૂપ ધારણ કરવા લાગ્યો છે. જેમણે સોનું વેચીને ડિજિટલ કરન્સી અથવા બિટકોઇન ખરીદ્યા તેમને નિષ્ફળતા હાથ લાગી છે. એનાલિસ્ટો લાંબા સમયથી રોકાણકારોને સમજાવવા પ્રયાસ કરી રહ્યા છે કે સોનું કોઈ પણ પ્રકારે બિટકોઇન કરતાં વધુ ઉત્તમ રોકાણ છે. રોકાણકાર માટે આધુનિક યુગના પોર્ટફોલિયોમાં ક્યાં ફીટ થવું એ પણ હવે ચિંતાજનક પ્રશ્ન બની ગયો છે. એક, જમીનમાં ખોદકામ કરવાથી અને બિટકોઇન જે મૂળે ડિજિટલ છે, તેને કૉમ્પ્યુટરમાંથી ગૂંચવણભરી પદ્ધતિથી માઈનિંગ કરવામાં આવે છે. તાજેતરમાં જ્યારે વૈશ્વિક અર્થતંત્રો મંદીના કળણમાં ખૂંપી રહ્યાં છે, ત્યારે મંદી સામે રક્ષણ મેળવવા સોનું અને બિટકોઇન બન્ને પોતાનું મૂલ્ય શું છે? તે દર્શાવી રહ્યા છે. 
વધુમાં વધુ બિટકોઇનનું સર્જન કરવા, સોનાની ઉપયોગિતા શું છે, તે તો સમજી શકાય છે, કારણ કે બિટકોઇનને ટકી રહેવા સોનાની આવશ્યકતા પણ એટલી જ છે. આખરે, ક્રીપ્ટોકરન્સી બિટકોઇને શેરબજાર સાથેનો સંબંધ તોડીને આ વર્ષે અત્યાર સુધીમાં 140 ટકાની વૃદ્ધિ દર્શાવી  છે. ગત સપ્તાહે એકાએક આવેલા મોટા કરેકશન છતાં સોના સાથે જ બિટકોઇને પણ મજબૂત ઉછાળો જાળવી રાખ્યો છે. સોનું 30 મેએ પ્રતિ ઔંસ (31.1035 ગ્રામ) 1275 ડોલરથી ઊછળીને શુક્રવાર સુધીમાં 1 માર્ચ 2014 પછીની નવી ઉંચાઈએ ઇન્ટ્રાડેમાં 1427 ડોલર બોલાયું હતું. અલબત્ત, મેનાં આરંભે સોનામાં ફેબ્રુઆરીની ઊંચાઈથી 6 ટકાની ડૂબકી લગાવી હતી, જ્યારે આ ગાળામાં બિટકોઇન ડિસેમ્બર બોટમ 3142 ડોલરથી 76 ટકાના ઉછાળે 5500 ડોલરે ટ્રેડિંગ થયો હતો. 
મે મહિનામાં બન્ને જણસોએ સામસામી રાહ પકડી લીધી હતી. સોનું 1300 ડોલરથી ઘટી 1270 ડોલર જ્યારે બિટકોઇન ઝડપી ઉછાળે 9000 ડોલર બોલાયો હતો. પરંતુ, બીકેસીએમનાં સ્થાપક સીઈઓ અને બિટકોઇન બુલ (તેજીવાળા) તરીકે ખ્યાતી ધરાવતા બ્રિયાન કેલી સહિતના અસંખ્ય એનાલિસ્ટો બિટકોઈનને જ ડિજિટલ ગોલ્ડ ગણાવે છે. તેમના મતે તો સોના કરતાં ખૂબ વધુ સારો વિકલ્પ બિટકોઇન છે. બસ સમસ્યા એ છે કે તેમાં ત્રીજો કોઈ પક્ષકાર સંકળાયેલો નથી. અહીં જ બન્ને વચ્ચે મોટો તફાવત સર્જાય છે. આ વર્ષે સોનું 10.25 ટકા જ્યારે બિટકોઇન અત્યાર સુધીમાં 140 ટકા વધ્યો છે. આ વર્ષે બિટકોઇને ફોમો (ફિયર ઓફ માશિંગ આઉટ) ટ્રીગર વડે, જેને તમે ફિઝિકલી ટચ કરી શકો તેવી તમામ પરંપરાગત કોમોડિટી એસેટ્સ અને ઇક્વિટી બજારને પણ પાછળ છોડી દીધી છે.
એવી કોઈક કુદરતી ઘટના બની છે, જે ક્રીપ્ટો માર્કેટ માટે ચાલક બળ બની હતી. શક્ય છે કે કોઈક દેશે ક્રીપ્ટોકરન્સીને પોતાની રિઝર્વમાં સામેલ કરી હોય. 18 જૂને વિસા, પે-પાલ સહિતની અનેક કંપનીઓના સહયોગમાં સોશિયલ મીડિયા જૂથ ફેસબુકે પોતાનો ક્રીપ્ટો કોઈન લિબ્રા બજારમાં ઉતારવાની યોજના ખુલ્લી મૂકી હતી, જે તેના પ્લેટફોર્મ પરથી ડિજિટલ પેમેન્ટ વ્યવહારોની છૂટ આપશે. તદુપરાંત, ઈ-બે, ઉબર અને સ્પોત્ફી જેવા પ્રોજેક્ટ પાર્ટનર પોતપોતાના પ્લેટફોર્મ પર પણ આવા લિબ્રા કોઈન પેમેન્ટને સ્વીકૃતિ આપશે.  
ઉપર જણાવ્યું તેમ બે એસેટ્સ અત્યારે સામસામા પ્રવાહે તરવા લાગી છે. અહીં એ નોંધવું રહ્યું કે આવા બે વિરુદ્ધ પ્રવાહો વહેતા હોય ત્યારે કોઈ સાવધાની રાખવાની પણ જરૂર નથી. શક્ય છે કે તાજેતરમાં અમેરિકન ફેડરલ રિઝર્વે વ્યાજદર ઘટાડવાના સંકેત આપ્યા હતા. આ ઘટનાને બજારે મજબૂત રીતે સ્વીકારી તેને સોનાની તેજી સાથે સાંકળવામાં આવતી હોય. વળી અમેરિકન બોરોઇંગ કોસ્ટ (બોન્ડ યીલ્ડ) ઘટવાને લીધે શૂન્ય યીલ્ડ (વ્યાજ) આપતી એસેટ્સએ પણ સોનાની તેજીની વધુ તકો પૂરી પાડી છે. જ્યારે બિટકોઇને પ્રાઈસ ચાર્ટની પણ દોરવણી મેળવી હોવી જોઈએ. આ બધું સૂચવે છે કે બન્ને અસ્કયામતોના વિપરીત વલણ અને ચાર્ટમાં નવા ટોપ સર્જવાના સંકેતે સોનામાં વધુ તેજી જોઈ ગયેલા રોકાણકારો બિટકોઇનની તેજીને ખમૈયા કરવાનું કહેતા હોય.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer