ગુજરાતમાં ફરીથી ભારે વરસાદની ચેતવણી

અમારા પ્રતિનિધિ તરફથી 
અમદાવાદ, તા . 13 અૉગ. 
ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદે છેલ્લા બે દિવસથી વિરામ લીધો છે પણ બંગાળની ખાડીમાં હવાનું હળવું દબાણ સર્જાતા રાજ્યમાં ફરી એક વખત ભારે વરસાદનો રાઉન્ડ આવી શકે છે. 
તા . 14થી 16 અૉગસ્ટ દરમિયાન ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે .  વિભાગની આગાહી પ્રમાણે 14 અૉગસ્ટે દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી,  15 અૉગસ્ટે મધ્ય ગુજરાતના પંચમહાલ, દાહોદ, મહિસાગર તેમ જ દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ,  દાદરાનગર હવેલી જ્યારે 16 અૉગસ્ટે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા તથા મધ્ય ગુજરાતના અરવલ્લી, દાહોદ, મહિસાગરમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે . 
ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદ પડે તેવી આગાહી છે જ્યારે અમદાવાદમાં 
આગામી ત્રણ દિવસ માત્ર હળવા વરસાદી ઝાંપટાની જ સંભાવના છે . મેટ ઇમરજન્સી અૉપરેશન સેન્ટરના અહેવાલ અનુસાર, રાજ્યમાં ચોમાસાની ઋતુ દરમિયાન અત્યાર સુધીમાં
કુલ 84. 04 ટકા વરસાદ થયો છે .

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer