એનસીડેક્સમાં હળદરમાં ઉપલી સર્કિટ : ધાણા, જીરુંમાં નીચલી સર્કિટ

એરંડા, ગુવારસીડ, ચણા  વાયદામાં સૌથી ઊંચા કારોબાર  
મુંબઈ, તા. 13 અૉગ.
એનસીડેક્સમાં આજે હળદરમાં 2થી 4 ટકાની ઉપલી સર્કિટ જ્યારે ધાણા અને જીરુંમાં 2થી 4 ટકાની નીચલી સર્કિટ લાગી. એરંડા 340  કરોડ, ગુવારસીડ 325 કરોડ, ચણામાં 280 કરોડના કારોબાર સાથે ટોંચ પર રહ્યા હતા.   
જવ, ચણા, મગ, સોયાબીન, સોયોતેલના ભાવ વધીને બંધ રહ્યા હતા.  એરંડા, ખોળ, ધાણા, ગુવારગમ, ગુવારસીડ, જીરું, કપાસ, સરસવ,   ડાંગર,  હળદરના ભાવ ઘટીને બંધ રહ્યા હતા. એરંડાનાં ભાવ 5582 રૂપિયા ખુલી 5574 રૂપિયા, ચણા 4238 રૂપિયા ખુલી 4221 રૂપિયા,  કપાસિયા ખોળનાં ભાવ 3315 રૂપિયા ખુલી 3254.50 રૂપિયા, ધાણા 6146 રૂપિયા ખુલી 5896 રૂપિયા, ગુવારગમ 8575 રૂપિયા ખુલી 8416 રૂપિયા, ગુવારસીડનાં ભાવ 4263.50 રૂપિયા ખુલી  4216 રૂપિયા, જીરુંનાં ભાવ 17180 રૂપિયા ખુલી 16770 રૂપિયા, કપાસનાં ભાવ 1089 રૂપિયા ખુલી 1076.50 રૂપિયા, સરસવ 3900 રૂપિયા ખુલી 3887 રૂપિયા, સોયાબીનનાં ભાવ 3750 રૂપિયા ખુલી 3747 રૂપિયા, સોયાતેલ 755 રૂપિયા ખુલી 754.95 રૂપિયા અને હળદરનાં ભાવ 7014 રૂપિયા ખુલી 6858  રૂપિયા બંધ રહ્યા હતા.  
એરંડાનાં વાયદામાં કુલ  60545 ટન, ચણામાં 65200  ટન, કપાસિયા ખોળમાં 85140  ટન, ધાણામાં 14360 ટન,  ગુવારગમમાં 19535 ટન, ગુવારસીડમાં 74800 ટન, જીરુંમાં 4878 ટન, કપાસનાં વાયદામાં 1269 ગાડી, સરસવમાં 42650 ટન, સોયાબીનમાં 33330 ટન, સોયાતેલમાં 21760 ટન તથા હળદરમાં 10310 ટનનાં કારોબાર નોંધાયા હતા. 
એરંડામાં 340  કરોડ, ચણામાં 280 કરોડ, કપાસિયા ખોળમાં 262 કરોડ, ધાણામાં 87 કરોડ, ગુવારગમમાં 168 કરોડ,  ગુવારસીડમાં 325 કરોડ, જીરુંમાં 83 કરોડ, કપાસમાં 27 કરોડ, સરસવમાં 167 કરોડ, સોયાબીનમાં  121 કરોડ, સોયાતેલમાં 165 કરોડ તથા હળદરનાં વાયદામા 73 કરોડ રૂપિયાનાં કારોબાર થયા હતા. એનસીડેક્સ ખાતે આજે પ્રથમ સત્રનાં કારોબારને અંતે કુલ 31060   સોદામાં કુલ 2102 કરોડ રૂપિયાનાં વેપાર થયા હતા. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer