એજન્સીસ
નવી દિલ્હી, તા. 13 અૉગ.
2018-19ના નાણાકીય વર્ષમાં સરકારે ગુડ્સ અને સર્વીસિસ ટૅક્સ (જીએસટી)ની રૂા. 45,000 કરોડની કરચોરી પકડી પાડી છે. આમાંથી આ ગાળામાં રૂા. 25,000 કરોડની રકમ રીકવર કરવામાં ટૅક્સ અધિકારીઓને સફળતા સાંપડી છે. નાણામંત્રાલયના રેવન્યુ ડિપાર્ટમેન્ટે ગત નાણાકીય વર્ષમાં 37,000 કેસ રજિસ્ટર્ડ કર્યા હતા.
કેસ જે રજિસ્ટર્ડ થયા છે તેમાં ઈનપુટ ટૅક્સ ક્રેડિટ (આઈટીસી)નો દુરુપયોગ અને જીએસટી રિટર્નના નોન-ફાઈલિંગની ખોટી જાહેરાત વગેરેનો સમાવેશ થાય છે. કરચોરી સૌથી વધુ નકલી ઈન્વોઈસના ઉપયોગથી થાય છે. 2018-19માં નકલી ઈનવોઈસના 2000 કેસ રજિસ્ટર્ડ થયા હતા જેમાં રૂા. 8000 કરોડની રકમ સંડોવાયેલી હતી.