નોટબંધી : રોકડ ડિપૉઝિટ્સની કુંડળી કાઢી રહ્યું છે આવકવેરા ખાતું

કાળાં નાણાંનું પગેરું મેળવવા 17 મુદ્દાનું ચેકલિસ્ટ
એજન્સીસ      મુંબઈ, તા. 13 અૉગ.
નોટબંધી દરમિયાન બિનહિસાબી રોકડ ડિપૉઝિટ કરાવનારને પકડી પાડવા આવકવેરા ખાતું તેની જાળ વિસ્તૃતપણે બિછાવી રહ્યું છે. અધિકારીઓને અપાયેલા છેલ્લા આદેશમાં `17-પોઇન્ટ ચેકલિસ્ટ' તૈયાર કરવામાં આવ્યું છે જે વધુ કાર્યવાહી માટે સર્વર પર અપડેટ કરવામાં આવશે.
કેન્દ્રીય નાણાં મંત્રાલયે સેન્ટ્રલ બોર્ડ અૉફ ડાયરેક્ટ ટૅક્સીસ (સીબીડીટી) દ્વારા નવમી સૂચના ગત શુક્રવારે આપવામાં આવી હતી.
અત્યાર સુધી 3 સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર, એક એફએક્યુ (સામાન્ય રીતે પૂછતા પ્રશ્નો) અને 4 અન્ય પત્રો મોકલવામાં આવ્યા છે, પણ હવે સંપૂર્ણ ચેકલિસ્ટ તૈયાર કરાયું છે જેમાં 17 ટાસ્કમાંના 7ને વધુ નાના ટાસ્કમાં વિભાજિત કરવામાં આવ્યા છે. સેન્ટ્રલ સર્વર પર ચેકલિસ્ટ અપલોડ કરવાથી માઇક્રોમૅનેજમેન્ટ તૈયાર થયું છે જેનું સંચાલન નવી દિલ્હીથી થાય છે.
9 નવેમ્બરથી 31 ડિસેમ્બર 2016 વચ્ચે કરદાતાએ બૅન્કમાં જે રોકડ ડિપૉઝિટ જમા કરાવી છે તે અંગે ટૅક્સમેન દ્વારા વિવાદ ઊભો કરાયો છે કે નહીં તે વિગતો આ ચેકલિસ્ટમાં ભેગી કરવામાં આવી રહી છે. ગ્રોસ ટોટલ આવકની કેસ ડિપૉઝિટની ટકાવારી કેટલી છે અને તેમાં આવકમુક્તિનો સમાવેશ કરાયો છે કે નહીં તે વિગતો એકત્ર કરવામાં આવી રહી છે.
નોન-બિઝનેસ ટૅક્સ એસેસીના કેસમાં રોકડ ડિપૉઝિટનો પ્રકાર જાણવામાં આવી રહ્યો છે. તે લોનની પુન: ચુકવણીની રકમ છે, ભેટ છે, વેચાણ છે કે જમીન વેચાણ માટેની એડવાન્સ રકમ છે તે ચકાસવામાં આવી રહ્યું છે. ચેકલિસ્ટ મારફત સીબીડીટી હિસાબી અને બિનહિસાબી રોકડ ડિપૉઝિટનું કદ જાણવાના પ્રયત્નો કરશે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer