બિરલા કોર્પ. સિમેન્ટનું ઉત્પાદન વધારશે

બિરલા કોર્પ. સિમેન્ટનું ઉત્પાદન વધારશે
ઋણ સાધનો અને ઈક્વિટી માર્ગે રૂા.5000 કરોડનું રોકાણ મેળવશે
કોલકાતા, તા. 13 અૉગ.
બિરલા કોર્પોરેશન લિ. તેમની સિમેન્ટ ઉત્પાદન ક્ષમતા આગામી ચારથી પાંચ વર્ષમાં 155 લાખ ટનથી 60 ટકાથી પણ વધુ વધારીને 250 લાખ ટન કરશે. 
ઋણ સાધનો અને ઈક્વિટી માર્ગે રૂા.5000 કરોડના રોકાણ મેળવશે. મહારાષ્ટ્રના મુકુટબાનમાં 3.9 એમટીપીએ નવો સિમેન્ટ પ્લાન્ટ બાંધવાનું શરૂ કર્યું છે. આનું રોકાણ આશરે રૂા.2450 કરોડનું છે. કંપનીએ 12 વર્ષ માટે રૂા.1625 કરોડની લોન બૅન્કોના જૂથ પાસેથી લીધી છે. 
બિરલા કોર્પોરેશનના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર પ્રચેતા મજુમદારે કહ્યું કે, આગળ જતા કંપની સિમેન્ટ ઉદ્યોગમાં 3 કરોડ ટનની ક્ષમતા ધરાવતી કંપની બનવા માગે છે. 
બિરલા કોર્પોરેશન અને તેની સબસિડિયરી આરસીસીપીએલ પ્રાઈવેટ લિ.ના દેશમાં 10 સિમેન્ટ પ્લાન્ટ છે, જેની કુલ વાર્ષિક ઉત્પાદન ક્ષમતા 155 લાખ ટન છે. 
કંપની ઉત્તર પ્રદેશના કુંદનગંજમાં બીજો પ્લાન્ટ સ્થાપી રહી છે, જેની ક્ષમતા 36 લાખ ટનની હશે. રાજસ્થાન સ્થિત ચંદરિયાના એનસીસીડબ્લ્યૂ પ્લાન્ટનું વિસ્તરણ શરૂ થયું છે. આમાં 480 લાખ ક્લિન્કર બનાવવાની ક્ષમતા હશે. આ પ્લાન્ટે કુંદનગંજના ગ્રાઈન્ડિંગ યુનિટ માટે જોઈતા કંપની ક્લિન્કરની વધારાની જરૂરિયાતને પૂરી કરશે. મધ્ય પ્રદેશના મહિયાર પ્લાન્ટમાં પણ ઉત્પાદન વધારવાનું કંપની વિચારી રહી છે. 
બિરલા કોર્પોરેશન તેની કુલ 95 ટકા ક્ષમતાનો ઉપયોગ કરે છે. જૂન '19 ત્રિમાસિકમાં ક્ષમતાનો વપરાશ 98 ટકા હતો, જે ગત વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં 92 ટકા હતો. જોકે, મજુમદારે કહ્યું કે વધુ મૂડીખર્ચ કર્યા વિના ક્ષમતામાં ઉમેરો કરવામાં આવશે. તેમણે કહ્યું કે, વિસ્તરણનો કોઈ અંત નથી. મુકતબાન અમારો બિઝનેસ વધ્યો છે. 
જૂન '19 ત્રિમાસિકમાં કંપનીનું વેચાણ ચાર ટકા વધ્યું છે. કંપનીના ચીફ ઓપરેશન ઓફિસર સંદિપ રાજન ગોશે સિમેન્ટના વેચાણ બાબતે કહ્યું કે, કંપનીના પોર્ટફોલિયોમાં પ્રીમિયમ 
બ્રાન્ડ્સનો હિસ્સો ત્રણ વર્ષ પહેલા 20 ટકા હતો, જે વધીને ચાર ટકા થયો છે. અમે પ્રીમિયમ પ્રોડકટ્સના વેચાણ ઉપર ધ્યાન આપી રહ્યા છીએ. 
કંપનીનો ઈબિટડા સૂચિત ત્રિમાસિક ગાળામાં પ્રતિ ટન રૂા.1,117 હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer