જુલાઈમાં રિટેલ ફુગાવો સહેજ ઘટીને 3.15 ટકા થયો

જુલાઈમાં રિટેલ ફુગાવો સહેજ ઘટીને 3.15 ટકા થયો
પીટીઆઈ
નવી દિલ્હી, તા. 13 અૉગ.
રિટેલ ફુગાવો જુલાઈમાં તેના પાછલા મહિનાની તુલનાએ સહેજ ઘટીને 3.15 ટકા થયો છે. જૂનમાં ખાદ્ય પદાર્થોના ઊંચા ભાવના કારણે રિટેલ ફુગાવો 3.18 ટકા રહ્યો હોવાનું સેન્ટ્રલ સ્ટેટેસ્ટિક અૉફિસ (સીએસઓ) દ્વારા આજે પ્રસિદ્ધ કરવામાં આવેલા આંકડામાં જણાવવામાં આવ્યું હતું.
જોકે રિટેલ ફુગાવો આરબીઆઈના ચાર ટકાથી સતત 12મા મહિને નીચે રહ્યો છે. જુલાઈમાં ફૂડ બાસ્કેટમાં ફુગાવો વધીને 2.36 ટકા થયો છે જે જૂનમાં 2.25 ટકા હતો.
આરબીઆઈએ તાજેતરમાં રેપો રેટમાં 35 બેઝિસ પોઇન્ટ્સનો ઘટાડો કરી 5.4 ટકાના નવ વર્ષના નીચલા સ્તરે મૂક્યો છે. સમીક્ષકોનું માનવું છે કે આરબીઆઈ તેની અૉક્ટોબરની નાણાસમીક્ષાની બેઠકમાં ધિરાણ દરમાં ફરી એકવાર ઘટાડો કરે તેવી શક્યતા છે. સમગ્ર વર્ષ દરમિયાન આરબીઆઈએ રેપો રેટમાં 110 બેઝિસ પોઇન્ટ્સનો ઘટાડો કર્યો છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer