રૂા.354 કરોડના બૅન્ક કૌભાંડમાં કમલનાથના ભત્રીજા રતુલ પુરીની ધરપકડ

નવી દિલ્હી, તા. 20 અૉગ.
મધ્યપ્રદેશના મુખ્ય પ્રધાન કમલનાથના ભત્રીજા રતુલ પુરીની બૅન્કો સાથે રૂા. 354 કરોડની ઠગાઈના કેસમાં આજે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ધરપકડ કરી હતી. મની લોન્ડરિંગ વિરોધી ધારા નીચે સોમવારે રાત્રે પુરીની ધરપકડ કરાઈ હતી. અૉગસ્ટાવેસ્ટ લેન્ડ હેલિકોપ્ટર કૌભાંડમાં પણ તે શકમંદ તરીકે તપાસ સંસ્થાઓની નજરમાં છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer