એનટીપીસી ગુજરાત, રાજસ્થાનમાં 5000 મેગાવૉટના

અલ્ટ્રા સોલાર પાર્ક્સ સ્થાપશે
 
મુંબઈ, તા. 20 અૉગ.
વર્ષ 2022 સુધીમાં બિનપરંપરાગત ઊર્જાનું લક્ષ્ય પૂરું કરવા માટે અને પરંપરાગત ઈંધણ ઉપર નિર્ભરતા ઓછી કરવા માટે દેશની સૌથી મોટી ઊર્જા ઉત્પાદક કંપની એનટીપીસી ગુજરાત અને રાજસ્થાનમાં 5000 મેગાવૉટની ક્ષમતાનો અલ્ટ્રા મેગા સોલાર પાર્ક્સ સ્થાપશે.
એનટીપીસીના ચૅરમૅન અને એમડી ગુરદીપ સિંઘે કહ્યું કે, પહેલો અલ્ટ્રા મેગા સોલાર પાર્ક ગુજરાતના કચ્છમાં અને બીજો રાજસ્થાનમાં હશે. અમે જમીનની પસંદગી કરી રહ્યા છીએ, તે પછી તેને હસ્તગત કરીને કચ્છમાં પાર્કસ સ્થાપવાનું કામ શરૂ કરીશું. માર્ચ 2020 સુધીમાં પાર્કના પહેલા તબક્કા માટે અમે બિડ્સ મગાવીશું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer