પૂરની સ્થિતિએ કર્ણાટકમાં કાંદાના પાકને અસર

પૂરની સ્થિતિએ કર્ણાટકમાં કાંદાના પાકને અસર
બેંગલુરુ/મુંબઈ, તા. 20 : કાંદાના ભાવ વૃદ્ધિની ચાલે રહ્યા છે અને આગામી દિવસોમાં લોકોને રડાવે એવી સ્થિતિ સર્જાવાની શક્યતા છે. જેમાં ખાસ તો ઉત્તર કર્ણાટકમાં વરસાદના તોફાને ઊભા ખરીફ પાકને નુકસાન પહોંચાડયું છે. આની અસરે મોટા ભાગની મુખ્ય બજારોમાં જેમ કે લાસલગાંવ તથા બેંગ્લુરુમાં ભાવ ઊછળ્યા છે.
કર્ણાટકમાં પૂર જેવી સ્થિતિએ કૃષિ પાકને જે નુકસાન પહોંચી રહ્યું છે તેઓએ આગળ ઉપર ઊંચા ભાવ ઉપજવાની ધારણાએ કાંદાનો સ્ટોક પકડી રાખ્યો છે.
કાંદાની સૌથી મોટી બજાર લાસલગાંવ ખાતે અૉગસ્ટની શરૂઆત પછીથી કાંદાના ભાવ 40 ટકાથી વધુ વધી ગયા છે. છેલ્લા એકાદ મહિનામાં ભાવમાં 50 ટકાનો વધારો થયો છે. જોકે, એપીએમસીના વર્તુળો મુજબ આ ભાવવૃદ્ધિ લાંબા સમય સુધી ટકશે નહીં, કારણ કે આગામી 60 દિવસમાં નવા પાકની આવક શરૂ થશે. જેના લીધે ભાવ ફરી ઘટી શકે છે.
હકીકતમાં મેથી અૉક્ટોબરના ગાળામાં સ્ટોક કરી ગયેલા કાંદાના મોટા સપ્લાયર તરીકે મહારાષ્ટ્ર રહ્યું છે અને કાંદાના મોટા ઉત્પાદકનું સ્થાન પણ ધરાવે છે, તો મધ્ય પ્રદેશ બીજા નંબરનું મોટું ઉત્પાદક રાજ્ય છે. ઉત્તર કર્ણાટકમાં ભારે વરસાદને લઈને 20 ટકા ઊભો પાક ધોવાઈ ગયો છે. હાલ આંધ્ર પ્રદેશના કુર્નુલ વિસ્તારમાંથી નવા પાકની આવક દક્ષિણ કર્ણાટકમાં આવવા લાગી છે. લાસલગાંવ ખાતે કાંદાનો ભાવ 15 જુલાઈના ક્વિન્ટલ દીઠ રૂા. 1201 હતો, જે 2જી અૉગસ્ટના વધી રૂા. 1320 અને 17 અૉગસ્ટે રૂા. 1850 બોલાયો છે, તો બેંગલુરુ ખાતે ભાવ 15 જુલાઈના ક્વિન્ટલ દીઠ રૂા. 1310વાળો 2જી અૉગસ્ટના રૂા. 1480 થઈ 17 અૉગસ્ટે રૂા. 1920 બોલાયો હતો.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer