મંદીને ખાળવા ટ્રમ્પ સરકાર કર ઘટાડશે

મંદીને ખાળવા ટ્રમ્પ સરકાર કર ઘટાડશે
વોશિંગ્ટન,  તા. 20 અૉગ.
અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અર્થતંત્રની વૃદ્ધિને ગતિમાન રાખવાનો આગ્રહ ધરાવે છે, છતાં સંભવિત મંદીને ખાળવા માટે ટ્રમ્પ સરકાર કર ઘટાડો કરશે અથવા સૂચિત કર પાછા ખેંચે તેવી શક્યતા છે. 
વ્હાઈટ હાઉસના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, અર્થતંત્રને સ્થિર રાખવા માટે અમુક પગલાં લેવાશે, જેમાં કામગારોનો માસિક પગાર વધે તે માટે કરમાં ઘટાડો કરવાના પ્રસ્તાવનો સમાવેશ થાય છે. ઉપરાંત ટ્રમ્પ સરકારે ચીનના માલ ઉપર લાદેલા નવા ટેરિફને પણ પાછા ખેંચવાની વિચારણા છે. આ બાબતે વાતચીત હજી પ્રારંભિક તબક્કામાં છે. ટ્રમ્પ સમક્ષ અધિકારીઓએ વિચાર વ્યક્ત કરતાં પહેલાં કૉંગ્રેસની મંજૂરી લેવી પડશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer