સરકાર ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગો સ્થાપવા માટે ઉદ્યોગ સાહસિકોને સહાય પૂરી પાડશે

મુંબઈ, તા. 10 સપ્ટે.
ફૂડ પ્રોસેસિંગ ઈન્ડસ્ટ્રીઝના રાજ્ય કક્ષાના પ્રધાન રામેશ્વર તેલીએ જણાવ્યું હતું કે ફૂડ પ્રોસેસિંગ સેકટર ભવિષ્યમાં વૃદ્ધિની વ્યાપક સંભવિતતા સાથે આપણા દેશનાં આશાસ્પદ ક્ષેત્રો પૈકીનું એક છે.
ફૂડ પ્રોસેસિંગ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ તથા ફિક્કીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા `િફક્કી ફૂડવર્લ્ડ ઇન્ડિયા 2019'માં તેમણે જણાવ્યું હતું કે `અમારું બજેટ રૂા. 1400 કરોડનું છે અને ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ મંત્રાલય ઉદ્યોગપતિઓ તથા યુવા ઉદ્યોગ સાહસિકોને દેશના ખાસ કરીને પર્વતીય પ્રદેશોમાં ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ સ્થાપવામાં મદદ કરશે.
તેલીએ ઉદ્યોગ તથા ઉદ્યોગ સાહસિકોને ઉત્તર પૂર્વીય રાજ્યોમાં રોકાણ કરવા માટે પણ આમંત્રણ આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે `સરકાર આ રાજ્યોમાં અને ખાસ કરીને ઉત્તર, પૂર્વ તથા જમ્મુ-કાશ્મીરમાં એકમો સ્થાપવા માટે તમામ રોકાણકારો અને ઉદ્યોગપતિઓને સહાય પૂરી પાડશે.'
ફૂડ પ્રોસેસિંગ સેકટરમાં ઓડિશા સરકાર દ્વારા અપાતી સેવાઓ અંગે અભિપ્રાય આપતા ઓડિશા સરકારના ઉદ્યોગ વિભાગના મુખ્ય સચિવ સંજીવ ચોપરાએ જણાવ્યું હતું કે `ફૂડ પ્રોસેસિંગ સેકટર ઓડિશાના પ્રાથમિકતા ધરાવતાં ક્ષેત્રો તરીકેની ઓળખ ધરાવે છે તથા તે રાજ્ય સરકારના શાસન હેઠળ ભરપૂર સંભવિતતા ધરાવે છે. ઓડિશા સરકારે વ્યવસાય કરવાનો ખર્ચ જાળવી રાખવા માટે તથા રાજ્યમાં માળખાકીય સુવિધામાં સુધારો કરવા માટે વિવિધ પગલાં ભર્યાં છે.'
કૃષિ અને ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ મંત્રાલયના ભૂતપૂર્વ સચિવ સિરાજ હુસેને આ ક્ષેત્ર સામેના પડકારો અંગે ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે `ભાવો ઘટતા ખેડૂતોએ મુશ્કેલી બેઠવી પડી હતી. ખોરાકના બગાડમાં વધારો થતા ઉદ્યોગની વૃદ્ધિ પર તેની વિપરીત અસર પડી છે. સુધારાઓ ફૂડ પ્રોસેસિંગ ઈન્ફ્રાસ્ટ્રકચરના વિકાસમાં વૃદ્ધિ કરે અને ગ્રામીણ કૃષિ ક્ષેત્રે રોકાણ ખેંચી લાવે એવી આશા રખાય છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer