ઓછાં ઉત્પાદને કૃષિ ચીજોના ભાવ 10-12 ટકા વધવાની શક્યતા

મુંબઈ, તા. 10 સપ્ટે.
રેટિંગ એજન્સી ક્રિસિલની રિસર્ચ પાંખના અનુમાન મુજબ આ વર્ષે કૃષિ કૉમોડિટીઝના ભાવો 10-12 ટકા વધવાની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં વધુપડતા વરસાદને લઈને પાકને અસર થવાની શક્યતા મનાય છે.
જેમાં કે ખાંડના ભાવો ઓછા ઉત્પાદન અને શેરડીનો વાયર બાયોફ્યુઅર ઉત્પાદનો બળી જવાના કારણે ઊંચા રહેવાની શક્યતા છે. આ સાથે અન્ય કૉમોડિટીઝ જેવી કે સોયાબીન, શણ, ડાંગરના ભાવ મજબૂત બોલાવવાની ધારણા રખાય છે.
આ સિઝનમાં ખરીફનું ઉત્પાદન 3-5 ટકા ઘટે એવી શક્યતા છે. નૈઋત્યનો વરસાદ અનિયમિત રહ્યો છે. જૂનમાં 30 ટકાની ખાધ સાથે શરૂઆત થઈ અૉગસ્ટમાંની પુરાંત સ્વરૂપે રહ્યો હતો. ક્રિસિલના અંદાજ પ્રમાણે ખરીફ પાકનું ઉત્પાદન ગયા વર્ષના 1707 લાખ ટનના સામે આ વરસે 1622 લાખ ટનનું અંદાજાયું છે.
ચોમાસું બેસવાનું વિલંબાતાં ડાંગરના વાવેતરમાં 6.4 ટકાનો ઘટાડો રહ્યો હશે. દેશના ડાંગરનો હિસ્સો ખરીફ સિઝનનો 30 ટકા રહ્યાનું મનાય છે, તો મકાઈ અને કપાસનો વાવેતર વિસ્તાર મોટો હોવો જોઈએ, કારણ કે આ ચીજોના ઊંચા ભાવ ઊપજવાથી ખેડૂતો તેનો વધુ પાક લેવા આકર્ષાયા છે. મહારાષ્ટ્ર, ઓડિશા અને આંધ્ર પ્રદેશમાં પૂરના કારણે મહારાષ્ટ્રના મરાઠવાડા વિસ્તારમાં તથા પ. બંગાળમાં નબળા વરસાદ કારણે ખરીફ પાકને અસર ઓછી જણાશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer