આવશ્યક ચીજવસ્તુઓનો કાયદો હળવો બનાવાશે

નવી દિલ્હી, તા. 10 સપ્ટે.
સરકાર આવશ્યક ચીજવસ્તુઓના કાયદા હેઠળ કૃષિ ઉત્પાદનોની લેવડદેવડમાં ગુનો આચરતા વેપારીઓ અને કંપનીઓને જેલની સજાની જોગવાઈ હટાવીને તેને બદલે ધરખમ દંડ વસૂલવા વિચારી રહી છે.
ગ્રાહક બાબતોના કેન્દ્રીય પ્રધાન રામવિલાસ પાસવાને કહ્યું કે આ બાબતે કાયદામાં ફેરફાર કરવા વિશે તમામ રાજ્યો પાસેથી સૂચનો મગાવવામાં આવ્યાં છે, જેથી વેપાર સરળ બને અને રોકાણોને પ્રોત્સાહન આપી શકાય. એક અધિકારીના જણાવ્યા મુજબ આ કાયદાના ભંગના લગભગ તમામ ગુનાઓ બદલ લઘુતમ ત્રણ મહિના અને મહત્તમ સાત વર્ષની જેલની સજાની જોગવાઈ છે. ઉપરાંત દોષિતે દંડ પણ ચૂકવવો પડે છે. કાયદા હેઠળ દોષિત વેપારી કે કંપનીના ગોડાઉન અને તેમાં સંગ્રહેલો માલ તેમજ માલ પરિવહન કરતાં વાહનો જપ્ત કરવાની જોગવાઈ પણ છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer