અૉગસ્ટમાં ચીનની નિકાસ ઘટી

ટોકયો, તા. 10 સપ્ટે.
અમેરિકા સાથેની ટ્રેડ વોરને લીધે ચીનની નિકાસ અૉગસ્ટમાં ઘટી હતી. કસ્ટમ્સ સત્તાએ કહ્યું કે ચીનમાં નિકાસ ડૉલરની દૃષ્ટિએ વાર્ષિક ધોરણે એક ટકા ઘટી છે, જ્યારે આયાત 5.6 ટકા ઘટી છે, જેથી વેપાર પુરાંત 34.84 અબજ ડોલરની રહી હતી. અર્થશાત્રીઓની ધારણા છે કે નિકાસ 2.2 ટકા વધશે અને આયાત 6.4 ટકા ઘટશે. અૉગસ્ટમાં અમેરિકામાં નિકાસ ગત વર્ષના સમાન મહિનાની સરખામણીએ 16 ટકા ઘટી હતી.
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે ચીનના માલ ઉપર ટેરિફ વધાર્યા છે અને જો ઘટાડો કરવામાં નહીં આવે તો અૉક્ટોબરથી ડિસેમ્બરમાં ચિત્ર વધુ બગડશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer