બિરલા એસ્ટેટની મહત્ત્વાકાંક્ષી યોજના

બિરલા એસ્ટેટની મહત્ત્વાકાંક્ષી યોજના
સેન્ચુરી મિલની 200 એકરની જમીન ઉપર બંધાશે વૈભવી રહેઠાણો
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 10 સપ્ટે. 
બી કે બિરલા ગ્રુપની રિયલ એસ્ટેટ શાખા-બિરલા એસ્ટેટે તેની માતૃકોની સેન્ચુરી ટેક્સ્ટાઈલ્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ લિ.ની મુંબઈ અને પૂનામાં આવેલી 200 એકર જમીન પર રહેઠાણ પ્રોજેક્ટો ઊભા કરવાની યોજના હાથ ધરી છે.
પ્રિમિયમ લકઝરી હાઉસિંગ પ્રોજેક્ટો પર ધ્યાન આપનાર આ કંપની પૂના, બૅંગલોર અને નેશનલ કેપિટલ રિજિઅન (એનસીઆર)માં ઘર બાંધવાની યોજના પણ ધરાવે છે. ટેક્સ્ટાઈલ ફેક્ટરીઓ જે હવે પોસાણક્ષમ રહી નથી અને તેના હસ્તકની અમુક મોટી જમીનના પ્લોટ ઉપર રહેઠાણો બાંધવાને જંગી અવકાશ છે, એમ જણાવતાં બિરલા એસ્ટેટના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઈઓ) કે ટી જીતેન્દ્રને જણાવ્યું હતું કે અમે ચાર માર્કેટો પર ધ્યાન કેન્દ્રીત કરવાની યોજના ધરાવીએ છીએ.
કંપનીએ એનસીઆર અને બૅંગલોરમાં જોઈન્ટ વેન્ચર મોડેલ હેઠળ કુલ 88 એકર જમીનના ત્રણ લેન્ડ પાર્સલ માટે સહયોગ કરાર ર્ક્યા છે. અમુક વધુ ભાગીદારીની દરખાસ્તો ચર્ચાવિચારણા હેઠળ હોવાનું જીતેન્દ્રને જણાવ્યું હતું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer