ધિરાણકારોએ નિયમો આકરા બનાવતાં કાર લોન રિજેક્શન રેટ 15-20 ટકા વધ્યો

મુંબઈ, તા. 8 અૉક્ટો.
 ગયા વર્ષે આઈએલ ઍન્ડ એફએસ લિક્વિડિટી કટોકટીના પગલે નવી કાર ખરીદવા માટે ફંડિંગ મેળવવાનું કઠીન બની રહ્યું છે. નવાં વાહનોના ફાઈનાન્સિંગ માટેનો રિજેક્શન રેટ 15-20 ટકા વધી ગયો છે. જે સામાન્ય દિવસોમાં 3-4 ટકા હોય છે. આમ પહેલેથી જ વેચાણ ઘટી રહ્યા છે. ત્યારે ફાઈનાન્સની સમસ્યાના કારણે વેચાણ પર વધુ આકરી અસર પડી છે. સામાન્ય વર્ષમાં એનબીએફસી દ્વારા રૂા. 25000 કરોડથી રૂા. 30,000 કરોડનું ધિરાણ આપવામાં આવે છે. 15-20 ટકા કાર ખરીદદારોને ધિરાણ આપતી કેટલીક એનબીએફસી માર્કેટમાંથી નીકળી ગઈ છે. જોકે, ખાનગી બૅન્કોને લિકિવડિટીની કોઈ સમસ્યા નથી અને તેઓ ધિરાણ પણ આપી રહ્યા છે.
દેશની સૌથી મોટી કાર કંપનીઓ જણાવે છે કે કાર લોન મેળવવા માટેની દર પાંચ અરજીમાંથી એક અરજીને ધિરાણકારો દ્વારા ફગાવી દેવામાં આવે છે. અગાઉ બેસ્ટ કેસ સ્થિતિમાં રિજેકશન રેટ 35 ટકા રહેતો હતો. બેન્કોએ પણ નવાં વાહનો માટે લોન આપવામાં વધુ સાવધાની રાખી હોવાથી કેટલાક નિયમો આકરા બનાવ્યા છે. ગ્રાહકો દ્વારા જે માર્જિન મની ચૂકવવામાં આવે છે તેમાં બેન્કોએ વધારો કર્યો છે, પહેલાં તો બૅન્કો ઓન-રોડ કિંમત માટે ફંડિંગ કરતી હતી, પરંતુ હવે માત્ર એક્સ-શોરૂમ કિંમતનું ફાઈનાન્સ આપે છે. આના કારણે કાર ખરીદારોને લોન સિવાયની વધારે રકમ કાઢવી પડે છે.
વધુમાં ડિલર્સને ઇન્વેસ્ટરો માટે પણ ધિરાણકારો જામીન માગી રહ્યા છે. ઇન્વેસ્ટરી ફાઈનાન્સ માટે હવે બેન્કો 25-50 ટકા જામીનગીરી માગે છે. બૅન્કો માને છે કે ઇન્વેસ્ટરી ફાઈનાન્સ માટે ફંડ મેળવીને ડિલર્સ આ ફન્ડને રિયલ એસ્ટેટ મુજબ શૅર બજારમાં રોકાણ માટે વાપરે છે.
નવી કાર લોન માટેનો રિજેક્શન રેટ 20 ટકા થઈ ગયો હતો અને ખાસ તો નાના શહેરોમાં ગ્રાહકોની પરિસ્થિતિ ખરાબ છે. તેઓ માટે લોન મેળવવા મુશ્કેલી પડી રહી છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer