યુરોપની નબળી માગથી સ્ટીલ ઉત્પાદકોને અસર થશે મૂડી''સ

લંડન, તા. 8 અૉક્ટો.
આવતે વર્ષે 2020માં યુરોપની વાહન બનાવતી કંપનીઓની માગ નબળી રહેવાથી ફ્લૅટ સ્ટીલ બનાવતી આર્સેલરમિત્તલ, થિસેનક્રપ અને તાતા સ્ટીલ જેવી કંપનીઓને અસર થશે, એમ રેટિંગ એજન્સી મૂડી'ઝ ઇન્વેસ્ટર સર્વિસે જણાવ્યું હતું.
મૂડી'સે વધુમાં કહ્યું કે આવતા એકથી દોઢ વર્ષ માટે યુરોપના સ્ટીલ ઉદ્યોગના સંયોગો નિસ્તેજ છે. યુરોપમાં બાંધકામ ઉદ્યોગ પછી સ્ટીલના વપરાશમાં બીજે ક્રમે આવતા વાહન ઉદ્યોગની સ્ટીલની માગ આવતા વર્ષે નબળી પડવાની ધારણા છે કેમ કે વાહનોનું વેચાણ ઘટી રહ્યું છે. આને કારણે આર્સેલરમિત્તલ, થિસેનક્રપ તથા તાતા સ્ટીલ જેવી ફ્લૅટ સ્ટીલ બનાવતી કંપનીઓને અસર થશે, કારણ કે વાહન ઉત્પાદકો તેમના મોટા ગ્રાહકો છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer