એનએસઈના કૉમોડિટી સેગમેન્ટ કરનાર ઍસોસિયેટ મેમ્બર નહીં ગણાય

ઇક્વિટી સેગમેન્ટના મેમ્બર જેટલો કર લાભ નહીં મળી શકે
મુંબઈ, તા. 8 અૉક્ટો.
શૅરબજારના જે બ્રોકર્સ તેમના ગ્રાહકોના એકાઉન્ટ કોડમાં અનધિકૃત ફેરફાર કરતા પકડાય તેમને આકરો દંડ કરવાની સૂચના બજાર નિયામક સિક્યોરિટીઝ ઍન્ડ એક્સચેન્જ બોર્ડ અૉફ ઇન્ડિયા (સેબી)એ શૅરબજારોને આપી છે.
બ્રોકર્સને ખોટા પડેલા સોદાને સરળ કરવા માટે કલાયન્ટ કોડ સુધારવાની સત્તા હોય છે, પરંતુ આવકવેરા વિભાગને એવું જણાયું છે કે ઘણા બ્રોકર્સ આ છૂટનો ગેરફાયદો લેતા હોય છે.
સેબીએ શૅરબજારોને જણાવ્યું છે કે તેઓ બ્રોકર્સ દ્વારા કોડમાં ફેરફારનું મોડિફિકેશનનું કારણ માગે. શૅરબજારને તે વાજબી ન લાગે તો તેને દંડ ફટકારે. કેટલાક બ્રોકર્સ કલાયન્ટ કોડમાં ગેરરીતિ કરતા હોવાનું સેન્ટ્રલ બોર્ડ અૉફ ડાયરેક્ટ ટૅક્સિસ (સીબીડીટી)એ પકડી પાડયું છે.
નેશનલ સ્ટૉક એક્સચેન્જ (એનએસઈ)એ તેના કૉમોડિટી સેગમેન્ટમાં કામકાજ કરતા કર લાભ અટકાવવા માટે તેમને `ઍસોસિયેટ મેમ્બર'નો દરજ્જો આપવાની અરજી કરી હતી. આ અરજી મંજૂર કરતા પહેલા સીબીડીટીએ એનએસઈના ચોપડા તપાસ્યા અને તે પછી સીબીડીટીએ એનએસઈની અરજીને નકારતા કહ્યું કે, કલાયન્ટ કોડમાં થતા ફેરફાર વાજબી છે કે નહીં તેની ચકાસણી કરવા માટે એક્સચેન્જ પાસે કોઈ યંત્રણા નથી.
સૂત્રોએ કહ્યું કે, સીબીડીટીના અવલોકન બાદ સેબીએ શૅરબજારોને બ્રોકર્સ દ્વારા કલાયન્ટ કોડમાં કરવામાં આવતા મોડિફિકેશનના ફેરફારના કારણોના ડેટા જાળવી રાખવાનો આદેશ આપ્યો છે. સેબી કલાયન્ટ કોડમાં થતા ફેરફારો ઉપર નજર રાખવાનું પણ શૅરબજારને કહ્યું છે.
બ્રોકર્સએ 2017-18માં રૂા. 78,131 કરોડના સોદાના કલાયન્ટ કોડમાં ફેરફાર થયા હતા. સીબીડીટીએ નોંધ્યું છે કે એક્સચેન્જે કલાયન્ટ કોડ મોડિફિકેશનના 90 ટકા કેસની સમીક્ષા કરી જ નહોતી. બાકીના જે કેસની તપાસ કરી તેમાં 60 ટકા કલાયન્ટના પેન (પર્મેનન્ટ અકાઉન્ટ નંબર)માં ફેરફાર કરવામાં આવ્યો હતો. આનો અર્થ એ થયો કે તે શૅરમાં થયેલા નફા-નુકસાનને બીજી જ કોઈ વ્યક્તિના નામે ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો.
એક સૂત્રએ કહ્યું કે, સીબીડીટીએ સૂચવેલા દરેક કેસની તપાસ કર્યા બાદ એનએસઈએ તેમના કૉમોડિટી સેગમેન્ટ માટે ઍસોસિયેટ મેમ્બર તરીકે ફરીથી અરજી કરી હતી આ સૂત્રએ એનએસઈના બચાવમાં કહ્યું કે કોડમાં ફેરફાર બદલ એક્સચેન્જ કુલ ટ્રેડ મૂલ્યના એકથી બે ટકા જેટલો દંડ કરે છે. તેથી કર બચાવવા માટે કોડમાં ફેરફાર થતા હોય છે. એવું કહેવું ખોટું છે દંડ વસૂલવો કે નહીં તે એક્સચેન્જ નક્કી કરે છે. કલાયન્ટ કોડ મોડિફિકેશન સંસ્થાકીય અને બિન-સંસ્થાકીય કેટેગરીમાં થતા હોય છે. ભૂતકાળમાં કલાયન્ટ કોડ મોડિફિકેશનના મોટા ભાગના પ્રકારો બિન-સંસ્થાકીય કેટેગરીમાં કરચોરીના હેતુથી થયા હતા.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer