ઉત્તર કોરિયા અમેરિકાના વલણના આધારે મંત્રણા કરશે

બીજિંગ, તા. 8 અૉક્ટો.
ઉત્તર કોરિયાના ચીફ ન્યુકિલયર નેગોશિયેટરે કહ્યું કે વૉશિંગ્ટને તેમનો અભિગમ બદલવો પડશે. ગયા સપ્તાહની વાતચીત ખોરવાતાં ઉત્તર કોરિયાનું આ નિવેદન આવ્યું છે. શનિવારે સ્વિડનમાં અમેરિકા વતી સ્ટીફન બિગન સાથે મંત્રણા કર્યા બાદ કિમ માયોગ-ગીલ સોમવારે પરત બીજિંગ આવ્યા હતા.
કિમે કહ્યું કે આગળ મંત્રણા કરવી કે નહીં તે અમેરિકા ઉપર નિર્ભર છે. ઉત્તર કોરિયાના વિદેશ મંત્રાલયે અમેરિકાની ટીકા કરતાં કહ્યું કે અમેરિકા પોતાનાં હિતો માટે થઈને ઉત્તર કોરિયા- અમેરિકા દ્વિપક્ષીય સંબંધો સુધારવા માટે રાજકીય ઇચ્છા ધરાવતી નથી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer