દિવાળી ફિક્કી રહેવાનો વેપારીઓને ભય

નવી દિલ્હી, તા. 8 અૉક્ટો.
આ વખતની દિવાળી ફિક્કી રહેશે, એમ કોન્ફડેરેશન અૉફ અૉલ ઇન્ડિયા ટ્રેડર્સ (કૅટ)નું કહેવું છે. આ વખતે બજારમાં ખરીદી ઓછી છે અને વેપારીઓ પાસે પૂરતો સ્ટોક છે. ઉપરાંત ઓનલાઇન ટ્રેડિંગથી પણ વેપારીઓ ઉપર માઠી અસર પડી છે. દિલ્હીનાં બજારોમાં દશેરાના તહેવારની સિઝનમાં પણ હતાશા છે.
કૅઇટના નેશનલ જનરલ સેક્રેટરી પ્રવીણ ખંડેલવાલે કહ્યું  કે સ્પર્ધાત્મક ભાવ, ઊંચા ડિસ્કાઉન્ટ અને સરકારના એફડીઆઈ પૉલિસીના ઉલ્લંઘન બદલ ઈ-કૉમર્સ કંપનીઓ દ્વારા ભંડોળમાં નુકસાનને લીધે દિલ્હીની બજારોમાં ભારે નુકસાન થયું છે. ગ્રાહકો ઈ-કૉમર્સ પોર્ટલથી આકર્ષાયા છે. આ કંપનીઓ નિયમોનું ઉલ્લંઘન કરીને ગુડ્સનું સીધું વેચાણ કરતી હોવાનો આક્ષેપ કૅઇટનો છે.
એક અંદાજ મુજબ દિલ્હીની વિવિધ બજારોનું એકંદર ટર્નઓવર રૂા. 500 કરોડ પ્રતિદિન છે. જોકે, ગત વર્ષની સરખામણીએ વેચાણ 30 ટકા ઘટયું છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer