તેલની નિકાસ કરવા તમામ માર્ગો અજમાવીશું ઇરાન

તેલની નિકાસ કરવા તમામ માર્ગો અજમાવીશું ઇરાન
તહેરાન, તા. 8 અૉક્ટો.
ઇરાન તેની તેલની નિકાસ કરવા માટે શક્ય તમામ માર્ગો અજમાવશે. ઇરાનના તેલપ્રધાન બિજન ઝંગાનેહે કહ્યું હતું કે તેલની નિકાસ તેમના દેશનો મૂળભૂત અધિકાર છે.
``અમે અમારા તેલની નિકાસ કરવા માટે શક્ય તમામ માર્ગોનો ઉપયોગ કરીશું. અમે અમેરિકાના દબાણને તાબે થવાના નથી, કારણ કે તેલની નિકાસ ઇરાનનો મૂળભૂત અધિકાર છે,'' એમ તેમણે જણાવ્યું હતું.
અમેરિકાએ ઇરાન પર ફરીથી પ્રતિબંધો લાદ્યા ત્યાર બાદ ઇરાનની તેલની નિકાસ લગભગ 80 ટકા જેટલી ઘટી ગઈ છે.
ઇરાને તેના અણુ કાર્યક્રમ વિશે દુનિયાના અગ્રણી દેશો સાથે કરારમાંથી ટ્રમ્પનું અમેરિકા ગયે વર્ષે નીકળી ગયું હતું અને પ્રમુખ ટ્રમ્પે તેના પર ફરીથી પ્રતિબંધો નાખ્યા હતા.
પ્રતિબંધોના જવાબમાં ઇરાન અણુ કરાર હેઠળ તેણે આપેલી બાંયધરીઓમાંથી પીછેહઠ કરી રહ્યું છે.
ઇરાનના એટોમિક એનર્જી અૉર્ગેનાઈઝેશને કહ્યું હતું કે કરારના પક્ષકાર યુરોપિયન દેશો અમેરિકાના પ્રતિબંધો સામે ઇરાનના અર્થતંત્રનું રક્ષણ કરવાના વચનનું પાલન નહીં કરે તો ઇરાન કરાર હેઠળથી જવાબદારીઓમાંથી વધુ પીછેહઠ કરશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer