ટ્રમ્પના નિશાન ઉપર એરબસ, ફ્રેન્ચ વાઈન અને સ્કોટિશ વ્હિસ્કી

એજન્સીસ, વાશિંગટન, તા. 18 ઓક્ટો.
`વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનના માળખામાં રહીને વળતા પગલાં લેવા યુરોપ તૈયાર છે' એમ તેમણે પત્રકારોને કહ્યું હતું. તે પહેલાં આઇએમએફની વાર્ષિક બેઠક દરમિયાન તે અમેરિકાના ટ્રેઝરી સેક્રેટરીને મળ્યા હતા. `આ નિર્ણયોના આર્થિક અને રાજકીય દૃષ્ટિએ બહુ નકારાત્મક પરિણામ આવશે' એમ તેમણે ઉમેર્યું હતું. વેપાર યુદ્ધમાં નવો મોરચો ખોલવા સામે મેઈરે અમેરિકાને ચેતવણી આપતાં વાતચીતથી ઉકેલ લાવવા કહ્યું હતું.  
`વૈશ્વિક અર્થવ્યવસ્થા મંદ પડી રહી છે ત્યારે આ પ્રકારના ઘર્ષણથી દૂર રહેવાની આપણી ફરજ છે એમ મને લાગે છે.'  યુરોપના દેશોએ ઘર્ષણ કરતા મંત્રણાનું સૂચન કર્યું છે. બોઇંગ કંપનીને સબસિડી આપવા બદલ હવે યુરોપના દેશો તેના પર જકાત વધારીને અમેરિકાને શિક્ષા કરી શકશે.  યુરોપિયન સરકારોએ જુલાઈ મહિનામાં વિમાનો પરની સબસિડીની વાતમાં યુદ્ધવિરામની ઓફર કરી હતી અને બંને પક્ષો પોતાની ભૂલ કબૂલ કરે તેમ જ સબસિડી ઓછી કરવા રાજી થાય એવો ઉકેલ સૂચવ્યો હતો, પણ તેનું કોઈ પરિણામ આવ્યું નહિ. સબસિડીના મામલે બંને પક્ષે 15 વર્ષથી ઘર્ષણ ચાલુ છે.  થોડા દિવસ પહેલાં જ ડબલ્યુટીઓએ અમેરિકાને જકાત વધારવાની મંજૂરી આપી હતી. 
બુધવારે ટ્રમ્પે યુરોપિયનોને વેપારની વાતમાં અમેરિકા સાથે અયોગ્ય વહેવાર કરવા બદલ ઠપકાર્યા હતા. પણ સાથે એમ પણ કહ્યું હતું કે મંત્રણા દ્વારા ઉકેલ લાવવા માટે તે તૈયાર છે. નવેમ્બરમાં ટ્રમ્પ યુરોપની કાર પર ભારે જકાત નાખશે એવો ડર યુરોપિયનોને છે. 
ફોક્સવેગન અને બીએમડબલ્યુ જેવી કંપનીઓ અમેરિકામાં પણ કારનું ઉત્પાદન કરે છે. તેમ છતાં જો ટ્રમ્પ આવું પગલું લે તો જર્મનીના ઓટો ક્ષેત્ર પર ભારે ફટકો પડી શકે. 
`યુરોપની કાર સહેલાઈથી અમેરિકામાં પ્રવેશી શકે છે પણ અમેરિકન માલસામાન યુરોપમાં પ્રવેશી શકતો નથી' એમ  ટ્રમ્પએ કહ્યું હતું.   

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer