મંદ માગને લીધે સર્વિસીસ પીએમઆઈ અૉક્ટોબરમાં સતત બીજા મહિને નબળો રહ્યો

નવી દિલ્હી, તા. 5 નવેં.
મંદ માગને લીધે ભારતનો સર્વિસીસ ઉદ્યોગ અૉક્ટોબરમાં સતત બીજા મહિને ઘટ્યો હતો. સર્વે મુજબ બિઝનેસ આશાવાદ ત્રણ વર્ષની નીચલી સપાટીએ હતો.
નિક્કી/આઈએચએસ માર્કિટ સર્વિસીસ પર્ચેસિંગ મૅનેજર્સ ઇન્ડેક્સ (પીએમઆઈ) સપ્ટેમ્બરના 48.7થી વધીને અૉક્ટોબરમાં 49.2 થયો છે, પરંતુ 50ની નીચે રહ્યો છે, જે વૃદ્ધિને સંકોચનથી દૂર રાખે છે.
આ પહેલાં ગુડ્સ ઍન્ડ સર્વિસીસ ટૅક્સ (જીએસટી)ના અમલ વખતે અૉગસ્ટ 2017માં સતત બે મહિના સર્વિસીસ પીએમઆઈ નબળો રહ્યો હતો. માગના ટ્રેન્ડની ગણતરી કરતો સબ-ઇન્ડેક્સ દર્શાવે છે કે અૉક્ટોબરમાં નવા બિઝનેસ આંશિક વધ્યા હતા. ઉત્પાદન પીએમઆઈ પણ બે વર્ષની નીચલી સપાટીએ 49.6 હતો તેમ જ જૂન ત્રિમાસિકમાં વૃદ્ધિ પાંચ ટકા હતી, જે છ વર્ષની નીચલી સપાટીએ છે. આઈએચએસ માર્કિટના પ્રિન્સિપલ ઇકોનોમિસ્ટ પોલિયાના ડી' લીમાએ કહ્યું કે, ભારતીય સર્વિસ ક્ષેત્ર સંકોચનકમાં અટકેલું છે. મંદ માગને પગલે બિઝનેસ કામકાજ પણ ઘટયાં છે. સર્વેમાં જણાયું છે કે આરબીઆઈએ વ્યાજદરમાં 135 બેસિસ પૉઇન્ટ્સનો ઘટાડો કર્યો હોવા છતાં બિઝનેસ કામકાજમાં ખાસ ઉછાળો આવ્યો નથી. મંદ માગને લીધે આંતરિક ખર્ચ એક વર્ષમાં સૌથી ઝડપી ગતિએ વધારો થતા નફાશક્તિ ઘટી હતી.
ડી'લીમાએ ઉમેર્યું કે, નવા કામકાજ હાલ શરૂ થાય તેવું લાગતું નથી. આગામી મહિનાઓમાં વેચાણ ભાવમાં ડિસ્કાઉન્ટ આપી શકે છે, તેથી સ્પર્ધાત્મક દબાણ યથાવત્ રહેશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer