રૂા. સાત હજાર કરોડનું બૅન્ક કૌભાંડ સીબીઆઈના દેશભરમાં દરોડા

જાહેર ક્ષેત્રની 35 બૅન્કો સાથે છેતરપિંડી
પીટીઆઈ
નવી દિલ્હી, તા. 5 નવે.
35 બૅન્કો સાથે રૂા. સાત હજાર કરોડની છેતરપિંડી સંદર્ભે સેન્ટ્રલ બ્યૂરો અૉફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ)એ આજે દેશભરમાં 169 સ્થળોએ દરોડા પાડી તપાસ શરૂ કરી હોવાનું સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું.
સ્ટેટ બૅન્ક અૉફ ઈન્ડિયા (એસબીઆઈ), પંજાબ નેશનલ બૅન્ક (પીએનબી), આંધ્રા બૅન્ક, ઓરિયન્ટલ બૅન્ક અૉફ કોમર્સ (ઓબીસી), ઈન્ડિયન ઓવરસીસ બૅન્ક (આઈઓબી), અલાહાબાદ બૅન્ક, કેનેરા બૅન્ક, દેના બૅન્ક, પંજાબ એન્ડ સિંધ બૅન્ક, સેન્ટ્રલ બૅન્ક અૉફ ઈન્ડિયા, યુનિયન બૅન્ક અૉફ ઈન્ડિયા, આઈડીબીઆઈ બૅન્ક, બૅન્ક અૉફ બરોડા, બૅન્ક અૉફ મહારાષ્ટ્ર અને બૅન્ક અૉફ ઈન્ડિયા સાથે બૅન્ક ફ્રોડના કેસ થયા હોવાનું સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું.
જાહેરક્ષેત્રની 35 બૅન્કો સાથે છેતરપિંડીના કેસ નોંધી સીબીઆઈના અધિકારીઓએ આજે સવારથી દેશનાં અનેક શહેરોમાં 169 સ્થળોએ દરોડા પાડયા હતા.
તેમાં દિલ્હી, ગુરુગ્રામ, ચંડીગઢ, લુધિયાણા, દેહરાદૂન, નોઈડા, બારામતી, મુંબઈ, થાણે, સિલવાસા, કલ્યાણ, અમૃતસર, ફરિદાબાદ, બેંગલુરુ, તિરુપુર, ચેન્નાઈ, મદુરાઈ, ક્યુઈલોન, કોચીન, ભાવનગર, સુરત, અમદાવાદ, કાનપુર ગાઝિયાબાદ, ભોપાલ, વારાણસી, ચાંદોલી, ભટિંડા, ગુરદાસપુર, મોરેના, કોલકાતા, પટણા, કૃષ્ણા અને હૈદરાબાદમાં તપાસ ચાલી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer